________________
૨૧૮
ચેતનમય જગતનું જે સ્વરૂપ છે, તે રૂપે તે જોવાય. એ ત્રણે વ્યાખ્યાઓને આધારે સર્વે ધર્મોને ત્રણ ભાગમાં વહેચી શકીએ ૧. નીતિપ્રધાન ૨. સદાચાર પ્રધાન ૩. તત્ત્વજ્ઞાન પ્રધાન. ૨. જુદા-જુદા ધર્મોની સાધના ભલે જુદા-જુદા પ્રકારે થતી હોય, બધાનું લક્ષ્ય જેમ નદીઓનું લક્ષ્ય સમુદ્ર છે તેમ એક જ છે. આત્માને પરમાત્મ તત્વમાં લીન કરવું. નિશાળો ભલે જુદી-જુદી હેય બધાનું લક્ષ્ય જેમ જ્ઞાન આપવાનું છે, રસોઈ ભલે જુદી-જુદી જાતની હોય, બધાનું લક્ષ્ય ભૂખ મટાડવાનું છે, તેમ જ સર્વે ધર્મોનું લક્ષ્ય પ્રાણિમાત્રનું કલ્યાણ કરવાનું છે. ૨. સર્વ ધર્મ સમન્વયથી મુખ્યત્વે ૮ લાભો છે– ૧. સત્યશોધકતા આવે છે. ૨. ધાર્મિક ઠક્કો (ઝઘડાઓ)ને પરિહાર થાય છે. ૩. અનેકાંત દષ્ટિ મળે છે, જેથી એકાન્તરૂપે કઈ વસ્તુને પૂર્વગ્રહ નથી રહેત. ૪. સ્વત્વમેવ ઉપર વિર્ય થાય છે, ૫. ઈતિહાસને સારો પ્રકાશ મળે છે. ૬. જુદા-જુદા ધર્મો અને ધર્મ સંસ્થાપકોએ માનવજાતિ ઉપર કરેલ ઉપકાર પ્રત્યે કૃતજ્ઞ થઈ ત્રણ ફેડી શકાય છે. ૭. દરેક ધર્મના સાચા મર્મને ઓળખી શકાય છે. ૮. દરેક ધર્મના સ્થાને, મંદિર, ગુરુઓ, અનુયાયીઓને સંપર્ક રાખવાથી, મિલન વધુ વધશે, તેથી સામાજિકતા પણ વધશે. આજના યુગે વિશ્વશાંતિ માટે જે બધા ધર્મોવાળા એક વ્યાસપીઠ ઉપર ભેગા થઈ સર્વમાન્ય કાર્યક્રમ (જે પિતાના ધર્મતત્ત્વને અનુકૂળ હોય) મૂકે, એ જરૂરી છે. ૩. જુદા-જુદા દેશ, કાળ અને પાત્ર, સંગ જોઈને ધર્મસ્થાપકેએ માનવ કલ્યાણ માટે અને માણસે ભેગા મળીને સત્ય અહિંસાદિ ધર્મતની સાધના કરી શકે તે માટે ધર્મસંગઠને ઊભાં કર્યા, તે જ ધર્મો કહેવાયા. એમાંથી જુદી-જુદી શાખાઓ ફૂટી, અને જુદા-જુદા મતપંથે ચાલ્યા. મૂળ તે બધાનું એક જ છે. ૪. આજે દુનિયામાં ૭ ધર્મો મુખ્ય છે– જૈન, બૌદ્ધ, વૈદિક, હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી અને પારસી ધર્મ. એમાં હિંદુધર્મ, ઈસ્લામધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com