________________
૨૨૨
સર્વધર્મોપાસનામાં રહેલા સવાલે
૧. સર્વધર્મ ઉપાસનાની સાથે વિવિધ ધર્મ-સંપ્રદાય, શાસ્ત્રો ક્રિયાકાંડે વગેરેની માથાકૂટમાં પડવું પડે છે, તેના કરતાં સર્વકર્તવ્યા ચરણ રાખીએ તે શું વાંધો ? એ સવાલને સીધે જવાબ એ છે કે માણસને વ્યવહારમાં સાધનોને ઉપયોગ કરતી વખતે સવાલ થશે કે આ સત્ય છે કે પેલું ? ત્યારે સાધુ, ધર્મ શાસ્ત્ર વ. ની સાથે તથા જેમણે તે ધર્મ આચર્યો, અનુભવ્યો હોય, તેની સાથે સંપર્ક રાખવો જ પડશે. કર્તવ્ય શબ્દ સારો હેવા છતાં એનું ક્ષેત્ર અમુક કુટુંબ, જ્ઞાતિ, રાષ્ટ્ર, ધર્મ–સંપ્રદાય વગેરેનું કુંડાળું બની જાય છે, ત્યારે સંકીર્ણ થઈ જાય છે. માટે ધર્મ એ દેશ, કાળ, દ્રવ્ય, ક્ષેત્ર થી પર બધા પ્રાણુઓ સુધીને વિચાર કરનાર વ્યાપક શબ્દ છે. કર્તવ્ય પુણ્ય સુધી લઈ જાય છે, જ્યારે ધર્મ મોક્ષ સુધી લઈ જાય છે; જ્યારે બીજાનું અને તમારું બન્નેનું પુણ્ય અથડાય ત્યારે ધર્મને જ આશ્રય લેવો પડે છે. ૨. સર્વધર્મસેવાને બદલે સર્વજનસેવા શબ્દ રાખવાથી મનુષ્ય સિવાયના પ્રાણીઓ પ્રત્યે ઉપેક્ષા થવાને સંભવ છે. ત્યારે ધર્મો તો બધાય પ્રાણીઓ પ્રત્યે આત્મવત ભાવ રાખવાની વાત કરે છે એટલે સર્વજન સેવાને સમાવેશ તે એમાં થઈ જ જાય છે; કારણ કે કયે સ્થળે ક્યું કામ કરવું, કયું ન કરવું? એને વિવેક તે “ધર્મ' જ બતાવશે. સાથોસાથ ધર્મ માત્ર ક્રિયાકાંડમાં નથી, તત્વજ્ઞાન અને સદાચારમાં છે, એ વસ્તુ પણ સર્વ ધર્મસેવામાંથી મળવાની છે. ૩. સર્વધર્મોપાસનાના પાયામાં સત્યશ્રદ્ધા, પાખંડપ્રતીકાર, સવ્યવહારની સ્થાપના એ ત્રણ વસ્તુઓ છે; જે ઘરથી માંડીને સમાજના દરેક વ્યવહારમાં સમન્વય કરી શકે, તે જ સર્વધર્મ સમન્વય કરી શકશે. માણસ સાથેના વ્યવહારમાં સાચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com