________________
૨૧૭ :
ધર્મ ૨. શ્રદ્ધા ૩. સાધુ કે ગુરુ. દરેક ધર્મનું તત્ત્વજ્ઞાન પકડવું જોઈએ. ધર્મ ઉપર જે કાંઈ આવરણે છે, તે ક્રિયાકાંડનાં છે. તત્ત્વજ્ઞાનમાં બધા ધર્મો લગભગ એક જ દિશામાં પ્રયાણ કરે છે. એટલું ખરું કે કોઈ ધર્મે એનું ખેડાણ વધારે ર્યું છે, કેઈએ ઓછું કર્યું છે. તત્વજ્ઞાન ઉપર વિચારશે તે દરેક ધર્મ પ્રત્યે અને તે તે ધર્મના ગુરુઓ પ્રત્યે, તેમની ઉજ્જવલ કારકીર્દી પ્રત્યે શ્રદ્ધા બેસશે. અને છેવટે તે તે ધર્મને સાધુઓને એ સર્વ ધર્મોપાસક સાચે માર્ગે દોરી શકશે. ૩. સર્વે ધર્મો ત્રણ વસ્તુઓ ઉપર આધારિત છે– ૧. તત્ત્વજ્ઞાન ૨. સદાચાર અને ૩. ક્રિયાકાંડ. મુખ્યત્વે સદાચાર અને તત્ત્વજ્ઞાન ઉપરથી જ ધમને મૂલવો જોઈએ. ક્રિયાકાંડોને ગૌણ ગણવા જોઈએ. ૪. ઉપલી દષ્ટિએ જોશે તે દુનિયાના બધા ધર્મોની એક બીજા ઉપર અસર દેખાશે. એટલે બધા ધર્મોમાં સમન્વયનું તત્ત્વ વધારે છે, વિરોધનું તત્ત્વ બહુ જ ઓછું છે. ક્વિાકાંડમાં જે કાંઈ ફરક લાગે છે તે તે-તે દેશ, કાળ, પાત્ર, ભૂમિકા અને પરિસ્થિતિમાં પેદા થયેલ ધર્મને લીધે છે. હવે એ બધાને સમન્વય કરવા માટે દેશ કાળાદિને વિચાર કરવો જોઈએ. જુદા-જુદા ધર્મવાળાઓની જે શ્રદ્ધા પોતપોતાની ધર્મક્રિયાઓ અને સાધુઓ ઉપર છે, તેને તોડવાની જરૂર નથી, પણ તેને સમન્વય દષ્ટિથી સમજાવવાની અને વિવેક બતાવવાની જરૂર છે.
તા. ૧૫––૬૧
સર્વધર્મ સમન્વયનાં વિવિધ પાસાએ
૧. ધર્મની મુખ્ય ત્રણ વ્યાખ્યાઓ કમેક્રમે થઈ– ૧. જેથી માનવતાનું પતન ન થાય-ઉત્થાન થાય. ૨. જેથી પોતાની સાથે
સાથે સમાજનું કલ્યાણુ–મોક્ષ થાય. ૩. જેથી પિતાનું અને જડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com