________________
૨૦૬
સમાજના પ્રચલિત પ્રવાહો આવી જાય છે. દરેક લોકાચાર દેશકાળ-પરિસ્થિતિ પ્રમાણે ગોઠવાય છે. તે વખતે એ સમાજ માટે તે હિતકર હોય, આજે અહિતકારી બની ગયું હોય છતાં અમારા પણાને લીધે કે પૂર્વજોએ ગોઠવેલ છે માટે વળગી રહેવું, એ લેક મૂઢતા છે. બીજા દેશ, સમાજ કે જ્ઞાતિના સારા લેકચાર પ્રત્યે અસહિષ્ણુ બનવું, એમાંથી સારે ભાવ ન ખેંચો અને ભેળસેળ ચાલવી એ લોકમૂઢતા છે. તથા અમુક લોકાચારમાં જે તથ્ય છે તેને ભૂલી જઈ કે સંશોધન ન કરી, માત્ર પેટે બતાવી તેને તરછેડી નાખવો; અગર તે તેને લીધે સમાજ સાથે જે વાત્સલ્ય સંબંધ બંધાય છે, તેની પરવા ન કરવી અને સ્વચ્છેદ માર્ગે જવું, એ પણ લેકમૂઢતા છે. જે લોકાચાર પાળવાથી સત્યતત્વ (સમ્યકત્વ)ને કાંઈ બાધ ન આવતો હોય અને સત્ય-અહિંસાદિ વતેમાં કઈ દોષ ન આવતા હોય તેને પાળવામાં લોકમૂઢતા નથી. પણ તેને
સ્વપરહિત અને બુદ્ધિ સંગતતાની કસોટીએ જરૂર કસવો જોઈએ. ૨. આજના યુગે મુખ્યત્વે લોકમૂઢતા આ છે – ૧. છૂતાછૂત ૨. ચેકપંથ, ૩. મૃતકભાજ, ૪. પડદાપ્રથા, ૫. લગ્નની કેટલીક રૂઢિઓ ૬. વહે છે. યંત્ર, મંત્ર, તંત્ર, છીંક શુકન, ગ્રહોચર, ચમત્કાર
જ્યોતિષ, ભવિષ્ય વાણુમાં ફસાવું. ૮. મૃત્યુ પાછળ રડવું ૩. લેક મૂઢતાઓ દૂર કરી સાચા લેકાવાર તરફ વળવું જોઈએ.
તા. ૨૩-૯-૧
આસ્તિકતા-નાસ્તિકતા ૧. આસ્તિક શબ્દ અતિ ઉપરથી બને છે, એને અર્થ છે- આ જગતમાં વસ્તુઓ જેવી હોય તેવી જાણે અને માને તે
આસ્તિક છે. પણ આસ્તિક શબ્દને વિકાસક્રમ જાણવા જેવો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com