________________
૨૯૪
અનિષ્ટો ફેલાયા. કેટલાક જૈન ધર્મગુરુઓ જ્યારે રાજ્યાશ્રિત થયા ત્યારે તેમનામાં શિથિલતા આવી. ૫. જ્યારે ધર્મ માત્ર પરકાશ્રિત થઈ જાય છે, ત્યારે ઇહલેકના સમાજ, કુટુંબ, રાષ્ટ્ર માટે કર્તવ્ય, ત્યાગ કે ધર્મપાલન મંદ થઈ જાય છે, ઈહલોકની જ્વાબદારીથી માણસ છટકે છે, તેથી ઘણું કરે છે, ઈહલેકમાં સત્ય કે સિદ્ધાંત માટે ધર્મદઢતા રહેતી નથી, આ ધર્મમૂઢતા છે. જે ધર્મ પરલેક માટે જ હોત તો ભ. મહાવીર સંઘરચના શા માટે કરત? એટલે જે ઇલેકમાં સત્ય, ન્યાય, અહિંસાદિ ધર્મ પાળશે તેને જ પરલેક સુધરવાને છે. ધર્મ નગદ છે; ઉધારીઓ નથી. જીવનનાં બધાં ક્ષેત્રોમાં એનું પાલન થઈ શકે છે. ૬. ધર્મ સિદ્ધિ કે ચમત્કારાશ્રિત થઈ જાય છે ત્યારે ધર્મમૂઢતા ફેલાય છે, સાચા ધર્મનું તેજ ઘટે છે.
તા. ૧૯-૮-૧
શાસ્ત્રમ્રતા
૧. જેના વડે વિશ્વહિતનું રક્ષણ મળે તે શાસ્ત્ર છે. વ્યવહાર દષ્ટિએ જે સત્યપૂર્ણ, લેક હિતકર, કલ્યાણ માર્ગદર્શક, મહાપુરુષના અનુભવને સંગ્રહ અને જ્ઞાન માટે આધારભૂત વચન હેય તે શાસ્ત્ર કહેવાય છે. ૨. સત્યાસત્યને નિર્ણય કરવા માટે જ્યારે માત્ર પોતાના માની લીધેલા શાસ્ત્રને જ આધાર લેવામાં આવે છે, ત્યારે શાસ્ત્રમૂઢતા જન્મે છે. ત્યાં તે પરિસ્થિતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર નથી કરવામાં આવતે, એ જ મોટી ભૂલ છે. શાસ્ત્રની સાથે વિવેક અને અનુભવને મેળ બેસાડ્યા વગર કોઈ નિર્ણય કરે તે પણ મૂઢતા જ છે. શાસ્ત્ર તે સાક્ષીનું કામ આપે છે. સાક્ષીને કેઈ નિર્ણાયક બનાવી દે તે તેને જીવનમાં દુઃખને અનુભવ કરવો પડે છે. એટલે શાસ્ત્ર, ગુરુવાક્ય, સત્ય(વ્યવસાયાત્મિક) બુદ્ધિ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com