________________
૨૦૩
શ્રિત થઈ જાય છે અને ૫. ધર્મ જ્યારે ચમત્કારાશ્રિત થઈ જાય છે. ૨. પુણ્ય અને ધર્મને ભેદ નહિ સમજીને સમાજમાં પુણ્યને આગળનું અને ધર્મ (સત્ય-અહિંસાદિ)ને પાછળનું સ્થાન અપાય છે, અગર ધર્મનું સ્થાન પુણ્ય લઈ લે છે ત્યારે ધર્મમૂઢતા ફેલાય છે. કોઈ પણ શુભ આશયથી કર્તવ્યભાવે કરવામાં આવેલ કર્મ પુણ્ય છે. એને નિઃસ્વાર્થભાવે ફલાકાંક્ષારહિત પિતાની અને સમાજની શુદ્ધિ માટે જે કરવામાં આવે તે ધર્મ છે. પણ જ્યારે પુણ્ય કરનાર કે દાન કરનારને ધર્માત્મા માનીને, તેની પ્રતિષ્ઠા વધારવામાં આવે છે, ત્યારે સાચા ધર્મનું મહત્ત્વ ઘટી જાય છે, તેથી સમાજમાં શોષણ, વ્યક્તિમાં અહંકાર વગેરે અધર્મ વધતા જાય છે માટે જ ઉત્તરાધ્યયનમાં લાખ ગાયોનું પ્રતિમાસ દાન કરનાર કરતાં દાન ન કરનાર છતાં સત્ય-પ્રેમ-ન્યાય રૂપ સંયમધર્મ પાળનારને કોઇ બતાવ્યો છે. નંદ મણિયાર પુણ્યમાં રાચીને પુણ્ય દ્વારા મળતી પ્રતિષ્ઠામાં કુલા, ધર્મને મુખ્ય ન ગણ્યો, તેથી તિર્યંચગતિ પામે, પાછળથી તેને સાચે બંધ થયું. ૩. જે વધારે પૈસા કે સાધન આપે તેને વધારે ધર્મવાળા માની ધર્મને ધનાશ્રિત કરી દેવામાં આવે છે, ત્યારે ધર્મમૂઢતા ફેલાય છે. એથી તપ-ત્યાગ-સિદ્ધાંત કે સંયમ રૂપ ધર્મપાલન કરનારને પ્રતિષ્ઠા નથી અપાતી, પેલાને જ પ્રતિષ્ઠા અપાય છે, એથી એમાં ધૃણા, દ્વેષ, અહંકાર, શેષણક્રિયા વધે છે. લેકે સાચા ધર્મપાલનમાં ટકી શકતા નથી, પૈસા આપીને જ ધર્મ કર્યાને સંતોષ માની લેવાય છે. એ ધર્મમૂઢતા દૂર કરવા માટે સાધુઓ અને લેકસેવકેએ તૈયાર થવું પડશે. ભ. મહાવીર મેઘમુનિને ધન કરતાં ત્યાગની પ્રતિષ્ઠા વધારે છે, એમ સમજાવ્યું. શ્રેણિકના ધન કરતાં પુણિયા શ્રાવકને ધર્મ વખાણે. ૪. ધર્મ જ્યારે રાજ્યાશ્રિત થઈ જાય છે ત્યારે ધર્મમૂઢતા (ધર્મઝનૂન, અત્યાચાર રૂપે) આવે છે. બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મો જ્યારે રાજ્યાશ્રિત થયા ત્યારે હિંસા, દ્વેષ, મારામારી, પરાણે ધર્માન્તર કરાવવું વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com