________________
૨
%
એ બન્નેને સમન્વય કર્યો. ૩. જૈન ધર્મે ઈશ્વરના સ્વીકારની સાથે કર્તવને અસ્વીકાર કર્યો. સિદ્ધરૂપે જે ઈશ્વર છે, તે જગતકર્તા નથી, જે મુક્તરૂપે (તીર્થકર અરિહંત જેવા) ઈશ્વર છે, તેઓ વિશ્વસમાજના સ્રષ્ટા છે, ઘડનાર છે. સમાજ વ્યવસ્થા કરનાર છે. કર્મો પોતે જ પોતાનું ફળ ભોગવવાની શક્તિ ધરાવે છે. આ રીતે વિચાર, અનુભવ, ભાવના અને ભાષાની શુદ્ધિ હોય તે ઈશ્વર તત્વની સાથે જે અસંગતિઓ છે, તેને સમન્વય થઈ શકે. ૪. ઈશ્વરવાદના ગુણે– ૧. શ્રદ્ધા બળ વધે, ૨. પાપભીરુતા વધે ૩. નિરહંક આવે. ૪. ઈશ્વરસાક્ષિત્વથી પાપકર્મ કરતાં અચકાય. ૫. દુઃખમાં આશ્વાસન મળે. ૬. સનાથતાને અનુભવ થાય, ૭. ફળ માટે પૈર્ય રહે. ૮. સમર્પણ ભાવના વધે. ઈશ્વરવાદના દે –૧. ઈશ્વર પાસેથી તુચ્છ વસ્તુની માગણું કરવાની ટેવ પડી, એથી પરાવલંબીપણું વધ્યું. ૨. આળસુપણું–અકર્મણ્યતા વધી. ૩. પાપ માફીના પરવાના મળવાથી પાપની છૂટ મળી. ૪. ઈશ્વરની સ્તુતિ, ભજન, નામજપ કરવાથી પાપ ધોવાઈ જવાની ખાટી માન્યતા બંધાઈ, તેથી જીવનમાં ધર્માચરણ કરવામાં મંદતા આવી. મુસલમાન, ખ્રિસ્તી અને હિંદુ ભક્તો એના ઉદાહરણ છે. અનીશ્વરવાદના ગુણે– ૧. પુરુષાર્થ ૨. સ્વાવલંબીપણું ૩. જીવન્મુક્ત પાસે બેલિબીજ જેવી ઉત્તમ વસ્તુની યાચના. અનીશ્વરવાદના દોષે – જગતના નિયામક મહાશક્તિ ઉપર શ્રદ્ધા ન ટકી, ૨. પાપભીરુતા ન રહી. પણ બન્નેમાં દલાક દેશે સામાન્ય પેસી ગયા. જેમ ઈશ્વરવાદી કહે છે, ઈશ્વરે જે ધાર્યું હશે તે જ થશે. તેમ અનીશ્વરવાદી કહે છે, સર્વશે જે જાણ્યું હશે તે જ થશે. આજે બન્નેને સમન્વય કરીને ધર્મમાં સ્વપુરુષાર્થ કરીને, જગતની સેવામાં ઈશ્વરસેવા માનીને ચાલવું જોઈએ. બધાય માં ઈશ્વરભાવની આત્મીયતા એ જ ઈશ્વરસાક્ષાત્કાર છે.
તા. ૭-૧૦-૬૧
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com