________________
૨૧૨
સામુદાયિક મંત્રોચ્ચાર જ ઈષ્ટ છે. ૫. એની પાછળ અંધવિશ્વાસ, ચમત્કાર વ. ની વાત ન હોવી જોઈએ, ૬. સમાજને અનિષ્ટોથી ત્રાણ કરવા યુગાનુકૂળ, સાધ્યાનુકૂળ મંત્ર ગોઠવી લેવા. ૫. મેસ્મરિજમ અને હિટિજમ બનેની સાધનાઓ ચિત્ત એકાગ્ર કરીને આત્મબળ મેળવવાની હતી, પણ આજે એ બન્ને પ્રદર્શન કે દુકાનદારીની વસ્તુ બની ગઈ છે. આપણે ત્યાં એને માટે સંકલ્પશક્તિ અને વિચારસંચાલન વિદ્યા હતી. એ બન્નેને નવી રીતે ગોઠવવી પડશે. અન્યાયી વ્યક્તિના હૃદય ઉપર અસર પાડવા માટે એ બન્ને સાધનાઓ અને માનવીય વિદ્યુશક્તિની સાધનાને ઉપયોગ કરવો પડશે, જેથી સમાજશુદ્ધિ થાય.
તા. ૨૧-૧૦-૬૧
૧૩.
એકાંગી આત્મવાદ ૧. આખા વિશ્વમાં એક ચિતન્ય બ્રહ્મરૂપે પથરાયેલું છે, માત્ર શરીર રૂપી પાડ્યો જુદાં જુદાં છે. જ્યારે એક જ આત્મા છે, ત્યારે એમ માની લેવાયું કે મારું કલ્યાણ થવાથી જગતનું કલ્યાણ થઈ જશે. આ રીતે એકાંગી અને નિષ્ક્રિય આત્મવાદ પિષા. કલ્યાણ માટે પણ માત્ર જ્ઞાન અને અધ્યાસ દૂર કરવાનું છે, એમ મનાયું. સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થ નિત્ય, અપરિણામ અને નિસંગ માને છે; કોઈ દિવસ એને વિકૃતિ ઍટતી નથી. આ માન્યતાને લીધે આત્માને કાંઈ કરવાનું રહેતું નથી. ૩. આ બન્ને એકાંગી આત્મવાદી દર્શનેને જેન તત્ત્વજ્ઞાને એક પાસું ગણીને પિતાની રીતે વણી લીધા. કુંદકુંદાચાર્યને એમાં મુખ્ય ફાળો છે. જૈન તત્ત્વજ્ઞાને વેદાન્તની એકાત્મવાદની દષ્ટિ સાથે વ્યવહારમાં દરેક શરીરે જુદાજઇ આત્મા છે, એમ બતાવ્યું અને સાંખ્યના કૂટસ્થ નિત્યઆત્માને બદલે વ્યવહારમાં પરિણમી નિત્ય સિદ્ધ કર્યો. એટલે નિશ્ચયનય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com