________________
૨૧૪
કેન્દ્રમાં રહે, તે વ્યક્તિવાદી વિચારધારા છે. વેદાંતમાંથી મૂળે તે એ વિચારધારા આવી, પાછળથી વૈષ્ણવ સંપ્રદાયે એમાં સંશોધન કરી વ્યવહારમાં ભક્તિયોગને લઈ સંસ્થા સાથે મૂકવાને પ્રયાસ કર્યો, પરંતુ તેમાં ગુરવાદને જ વિશેષ મહત્વ અપાયું. ૨. શ્રીમતી એની બેસેંટ નામની બાઈએ હિંદમાં થિયેસેફિકલ સોસાઈટીની સ્થાપના કરી, એમાં ખ્રિસ્તી ધર્મને પ્રેમ, વેદાંતને અદ્વૈત અને બૌદ્ધધર્મની કરુણાને વણી લીધા. એ સંસ્થામાં માત્ર આધ્યાત્મિક ક્ષેત્રને જ વિચાર કરવામાં આવ્યું. કૃષ્ણમૂર્તિને ખૂબ ભણાવીને તૈયાર કર્યા; લેકે એમને અવતારી પુરુષ માનવા લાગ્યા, એ એમને ન ગમ્યું. એટલે સંસ્થા છોડી, વ્યક્તિગત સ્વતંત્ર વિચારક તરીકે ફરવા લાગ્યા, એમની વિચારધારા આ પ્રમાણે છે:–“ગુરુ, ઈશ્વર વગેરે અવલંબને છેડે, સંબંધને ઊંડાણથી સમજે, સત્યને માર્ગ સાંકડ છે, તે માગે એક જ વ્યક્તિ જઈ શકે, પ્રશ્નોને વહ્યા કે વખાણ્યા વગર તટસ્થ રહીને સમજો.” આ વિચારધારા પ્રમાણે સમાજ કે સંસ્થા સાથે કઈ અનુબંધ વ્યવહારમાં કોઈને રહી જ ન શકે. ૩, અરવિંદગીની પૂગની સાધના હતી, તેમણે પણ મુખ્ય દષ્ટિ વેદાંતની લીધી, માતૃ-ઉપાસના ઉપર ભાર મૂક્યો, તેમની વિચારધારા આ પ્રમાણે છે–સ્થિરતા, સમતા અને શાંતિ આ ક્રમ છે, એમાં અન્નમયથી આનંદમય કષ સુધીની સાધના થઈ જાય છે, એમણે વ્યક્તિના સમૂહને જરૂર લીધો, પણ વ્યવહારમાં ઘડતર કરવાની વાત વિસરાઈ ગઈ, તેથી એ સાધના આખરે વ્યક્તિવાદમાં પરિણમી; આખા સમાજ ઉપર એની અસર ન થઈ. ૪. ભૌતિક સમાજવાદ અને વ્યવહારમાં વ્યક્તિવાદ એ બન્નેને સમન્વય કરી, આધ્યાત્મિક પાયા ઉપર રચાયેલી, સંસ્થા દ્વારા ઘડતરમાં માનતી વિચારધારાને જ અનુસરવું જોઈએ. તા. ૪-૧૧-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com