________________
૨૦૨
વગેરેનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે; અને શિષ્ય કે અનુગામીને ગુસ્તત્વ ઉપર પૂરી શ્રધ્ધા હોય તે જ બન્નેને સર્વાગી વિકાસ છે. એટલે ગુરુ અને શિષ્યોએ બન્નેએ જાગૃત રહેવું જોઈએ. નહિતર બન્નેનું પતન છે. ૧. મેઘમુનિને વિચલિત જોઈ ભ. મહાવીરે તરત આજ્ઞા ન કરી, પણ સમજાવ્યા અને “જહાસુહં’ કહ્યું, તેથી તેને પોતાના હિતની વાત તરત ગળે ઉતરી ગઈ. ૨. શેલકરાજર્ષિ શિથિલાચારી થઈ ગયા હતા, ત્યારે પંથકમુનિ ગુસ્તત્વ ઉપર શ્રધ્ધા રાખી એકલા તેમની સેવામાં ટકી રહ્યા, બાકીના ૪૯૯ સાધુઓ વિહાર કરી ગયા; પરિણામે શિલકરાજર્ષિનું હૃદયપરિવર્તન થયું. તેમને સાચે માર્ગે વાળ્યા.
તા. ૨૯-૭-૬૧
ગુરુમૂઢતા
૧. જ્યાં સુધી ગુરુતત્વનું વિશ્લેષણ સારી પેઠે ન થાય ત્યાંસુધી ગુરુમૂઢતા દૂર થવી મુશ્કેલ છે. દુનિયામાં જાત જાતના અને ભાતભાતના અનેક ગુરુઓ છે. તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય૧. સ્વગુર ૨. સંઘગુરુ ૩. વિશ્વગુ. સ્વગુરૂના આટલા પ્રકાર હોઈ શકે-૧. વિદ્યાગુરુ ૨. પ્રેરણાગુરુ ૩. કુળગુરુ ૪. જ્ઞાતિગુરુ ૫. રાજગુરુ ૬. સંપ્રદાયગુરુ ૭. દીક્ષાગુરુ ૨. પ્રાચીનકાળના વિદ્યાગુરુ વિદ્યાર્થીના શિક્ષણ સાથે તેના સર્વાગી વિકાસ અને ચારિત્ર્ય ઘડતર ઉપર ધ્યાન આપતા. આજે તે આખી પ્રણાલિ બદલાઈ છે. છતાં આજના શિક્ષકેમાંથી કેટલાંક રત્ન મળી આવે છે. ૩. પ્રેરણાગુરુ દરેકના જુદા જુદા હોઈ શકે. દત્તાત્રેયે ૨૪ ગુરુ કર્યા હતા. કોઈ એક વસ્તુથી પ્રેરણા લઈ પ્રત્યેક બુધ્ધ થયા છે. ૪. કુળગુરુ અને જ્ઞાતિગુરુ નાના વર્તુળના હોવા છતાં કુળ કે જ્ઞાતિના વિકાસ, સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરની કાળજી રાખી, વિશાળ સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com