________________
૧૯૪
ઘડાયેલી વ્યાપક સંસ્થા દ્વારા થવો જોઈએ અને સુસંસ્થાઓ સાથે અનુબંધ હો જોઈએ. જ્યાં સંસ્થાબળ ન હોય ત્યાં એ પ્રશ્નની આખી માહિતી સંસ્થાને મેકલીને તેનું માર્ગદર્શન દૂરથી મેળવવું જોઈએ, જેથી સંસ્થાનું પીઠબળ મળે અને હાલતા અને ચાલતા કોઈ ઉપવાસ ન કરી બેસે. ૪. શુ. પ્ર. માં બેસનાર વ્યક્તિમાં છ વસ્તુ જેવાની–૧. આ પ્રશ્ન પૂરત સ્વાર્થ, અંગત દ્વેષ કે પૂર્વ ગ્રહ ન હોય. ૨. જે સંસ્થા સામે શુ. પ્ર. કરે તેના પ્રત્યે પણ અંગત દ્વેષ ન હોય, ૩. પિતાના ઉપર અન્યાય થયેલ હોય તે વ્યક્તિ પોતે શુ. પ્ર. માં ન બેસે. ૪. યૂનાના વિપક્ષી બળ લાલચીન સાથે લગવાડવાળા કે અમેરિકન કે રશિયન જૂથ સાથે લગવાડવાળે તે ન હવે જોઈએ, કારણ કે એથી દુનિયાની સુસંસ્થાને હાનિ પહોંચે છે. ૫. તે કોંગ્રેસ વિરોધી ન હોય કાં તો તે કેગ્રેસી હોય અગર તો કોઈ પણ પક્ષ સાથે જોડાયેલ ન હોય. ૬. તે વ્યસની કે ચારિત્ર્ય દોષવાળા ન હોય. ૫. શુ. પ્ર. માં પ્રાર્થના, પ્રભાતફેરી, સરઘસ, સૂત્રોચ્ચારણ, સ્વાધ્યાય, સફાઈ, કાંતણ, પત્રિકા વાંચન, જાહેર સભા વ. કાર્યક્રમો લોકજાગૃતિ માટે જરૂરી છે. તા. ૨૦-૭–૬૧
શાંતિસેનાને પાયે અને યોગ્યતા
૧. શાંતિસેનાનું કામ આમજનતા દ્વારા થાય તેવી આજે ભૂમિકા તૈયાર છે. જનસેવકોનું સંગઠન અને વેરવિખેર પડેલાં જનતાનાં સારાં તત્ત્વોનું સંકલન કરીને શાંતિસેનાનું કામ કરવાનું છે. તે સિવાય પ્રજાની અહિંસાનિષ્ઠા વધશે નહીં. ૨. ભૂતકાળનાં બલિદાનનાં ઉદાહરણો –૧. ચીનના યૂફેન નામના આદિવાસી વિચારકે આદિવાસી લેકેને નરબલિ આપવાની પ્રથા બંધ કરાવવા માટે સમજાવ્યા. ૪૦ વર્ષ સુધી પ્રયત્ન કર્યા, પેલા લેકેએ નરબલિ બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com