________________
૧૬e
ભ. બુદ્ધ દ્વારા સ્થપાયેલ છે, એટલેં પાછળની છે અને વિદેશમાં એને વધારે ફેલા હોવાને લીધે એ ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ ઘડાઈ ન હતી અને વૈદિક સંન્યાસી સંસ્થા તો જંગ ગુરૂ શંકરાચાર્ય સ્થાપેલ, એટલે પાછળની નવી અને વધુ ઘડતર પામેલી ન હતી; પાછળથી ધર્મપ્રચારના લેભે રાજ્યાશ્રિત થઈ એટલે પિતાના મૌલિક નિયમમાં દઢ ન રહી શકી જ્યારે જૈન સાધુસંસ્થા આજે પણ પાદવિહાર, ભિક્ષાચરી અને મુદ્રા-(પૈસા)ત્યાગ વગેરે મૌલિકનિયમેમાં ટકી રહી છે. એટલે રાજાઓની પૂજ્ય હોવા છતાં એણે બધાને સારી વસ્તુ કહી છે; માટે ઘડાયેલી જૈન સાધુસંસ્થાની દૃષ્ટિએ આખી સાધુસંસ્થાની ઉપયોગિતા વિચારવી પડશે. ૨. આજે અમુક ગ્રંથને જ અને અમુક વ્યક્તિઓને જ માત્ર ઉપદેશથી કામ ચાલશે નહીં. જૈનશાસ્ત્રમાં “પ દિ' એ વાક્ય દ્વારા સિદ્ધ થઈ જાય છે કે સાધુઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ ચારેય વર્ણના લેકેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્ર અને ગ્યતા પ્રમાણે ઉપદેશ આપતા હતા. ૨. ઉપદેશ અસરકારક ન થાય, ત્યારે પ્રેરણું આપવી પડે. દા.ત. ૧. કૌટુંબિક ક્ષેત્રમાં શ્રેણિક રાજાને ચેલણારાણી પ્રત્યે શંકા ન રાખવાની પ્રેરણું તથા ૨. ધાર્મિક ક્ષેત્રે પિકખલી. વગેરે શ્રાવકેને શંખ શ્રાવક પ્રત્યે વ્યક્તિગત અન્યાય ન થાય, તે માટેની તથા ૩. મહાશતક શ્રાવકને પિતાની પત્નીને મર્મકારી કડવા વેણ કહ્યા બદલ પિતાની ભૂલ સુધારી પ્રાયશ્ચિત્ત લઈ સુધારવાની પ્રેરણા ગૌતમ સ્વામીને મોકલીને ભ. મહાવીરે આપી હતી. ૪. જ્યારે પ્રેરણું અસરકારક ન થઈ ત્યારે અનિષ્ટને તાત્કાલિક દૂર કરવા માટે આદેશ પણ સાધુઓએ આપ્યો છે. જેમ ગર્દભાલી મુનિએ સંયતી રાજાને પોતે પ્રાણીઓને નિર્ભય કરવાને; ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રીને આર્યકમ કરવાને સ્પષ્ટ આદેશ આપે. આમ સાધુસંસ્થા આજે યથાયોગ્ય રીતે માનવજીવનના દરેક ક્ષેત્રે ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન અને આદેશ કરશે તે જ તેની ઉપયોગિતા સિદ્ધ થઈ શકશે.
તા. ૧૧-૮-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com