________________
૧૮૫
ત્યાગ દ્વારા સામુદાયિક અહિંસાને વિચાર કરાય છે, પણ છેવટે તે એક સાંકડા વર્તુળને થઈ જવાથી બીજા સમાજ, રાજ્ય-લેકલેકસેવકસંસ્થાઓ સાથે તાળ ન મળવાથી સમતુલા કે સામુદાયિક રૂ૫ સચવાતું નથી. ૩. એવા અહિંસાવાદી લેકે દ્વારા બીજી બાજુ કાળા બજાર, શોષણ, અન્યાય, ભેદભાવ વગેરેને લીધે સામાજિક હિંસા બંધ કરવામાં આવતી નથી. પરિણામે વ્યક્તિગત અહિંસાને તજવા જતાં સામુદાયિક અહિંસા ઢીલી પડી જાય છે. જૂના વખતમાં આખું ગામ મળીને મહાજનના સહયોગથી અહિંસા પાળતું. આજે તે એક બાજુ ઝીણામાં ઝીણી અહિંસાને વિચાર કરવામાં આવે છે, બીજી બાજુ જે લેકેની પાસે અહિંસા પળાવવા માગે છે, તેમની સ્થિતિને ખ્યાલ કરાતો નથી. એટલા માટે જ આપણે સામુદાયિક અહિંસામાં ત્રણ વસ્તુઓને વિચાર કરે પડશે –. રાજ્યની દંડશક્તિ અહિંસાની દિશામાં આગળ કેમ વધે? ૨. સમાજ અહિંસાની દિશામાં આગળ કેમ વધે? ૩. વ્યક્તિગત અહિંસાને સામુદાયિક વેગ કેમ મળે? ૪. જે વખતે સમાજમાં દાંડશાહી ચાલતી હોય, વકીલને ટેકે હેય તે વખતે માત્ર આધ્યાત્મિક શક્તિનું દબાણ પૂરતું નથી; એથી તે દાંડશાહીને કાં તે રાજ્યની દંડશક્તિને વધારે વેગ મળે છે, હિંસા વધે છે, એટલે તે વખતે નૈતિક, સામાજિક દબાણથી જ આ દાંડશાહીને ખાળી શકાય. બાકી તે વખતે કહેવાતા સમાજના ખોટા આક્ષેપથી ડરીને મૌન રહે તે દાંડ તત્ત્વને ફાલવા ફૂલવાને અવકાશ મળે છે, હિંસાની જ પ્રતિષ્ઠા થાય; લેકેની વ્યક્તિગત અહિંસા પણ નિષ્ક્રિય બને કાં તે કુંડાળામાં પુરાઈ જાય. એટલે સામુદાયિક અહિંસા વગર વ્યક્તિગત
અહિંસા કેરી બની જઈ સુકાઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com