________________
૧૮૭
રિવોલ્વર તાકી હતી, તે મહાહિંસાને રોકવા માટે જ ૫. રાજકેટમાં વેચાણવેરાની લડત વખતે એક તેફાન કરતા છોકરાને પોલીસે માત્ર દમદાટી આપી, તેથી તે ખૂબ ગભરાય; તેને પોલીસને પસ્તાવે થયું હતું, કારણ કે ત્યાં લેકસેવકે ફરતા હતા. નારાયણકાકાએ પોલીસને શાંતિસેનામાં પલટી ક્વાની વાત કરી ત્યારે મેં કહ્યું કે જે સેવકે અને સાધુઓ શાંતિમાં મદદ આપે તે જ એમ થઈ શકે.
તા. ૧૮-૮-૬૧
સામુદાયિક અહિંસા પ્રયોગની ભૂમિકા ૧. સામુદાયિક અહિંસા પ્રગ એક જ ક્ષેત્રમાં કે જનતા, જનસેવક, રાજ્ય કે સાધુસંસ્થા, એ ચારે પૈકી એક જ સંસ્થામાં કરીશું તે તે એકાંગી, બિનઅસરકારક અને એક વખત સફળ હોવા છતાં બીજી વખત નિષ્ફળ નીવડશે. ચારે બાજુથી વ્યવસ્થિત કામ નહિ થાય તે ક્યાંક ને ક્યાંક હિંસા આગળ મચક મૂકવી પડશે. સાથે જ સામુદાયિક અહિંસા પ્રયાગ વખતે બીજા રાષ્ટ્રોની ભૂમિકા ને ખ્યાલને પણ વિચારવા પડશે, અનુબંધની દષ્ટિએ ગ્રામથી માંડીને વિશ્વ સુધીને ખ્યાલ કરવો પડશે. ૨. વિશ્વમાં આ પ્રયોગ કરવા માટે ચાર વસ્તુઓ વિચારવી–૧. રાજ્ય સિવાયની કોઈપણ દંડશક્તિ, તેફાનવાદી પક્ષ કે સંસ્થા અગર તે નરસંહારક અણુ પ્રયોગવાદી પાસેનાં શસ્ત્ર મ્યાન કરાવવાં; પ્રયોગ ઉપર પ્રતિબંધ મૂકાવ. ૨. છુપી અને જાસુસી પ્રવૃત્તિ ગમે તે રાષ્ટ્ર તરફથી ચાલતી હેય, તેના ઉપર અંકુશ મૂકાવો. ૩. કોંગ્રેસને વગોવવા ખાતર ગમે ત્યાં રાજકીય પક્ષે તોફાન જગાડવા, હડતાલ પડાવવા ટપકી પડે છે, તેના ઉપર નિયંત્રણ લાવવું. ૪. ગામથી માંડીને વિશ્વ સુધીના નિરંકુશ કે કાનૂનભંગવાદી તને ઠરી ઠામ કરવા, વિરોધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com