________________
૧૮૬
સામુદાયિક અહિંસા અને શુદ્ધિપ્રયોગ ૧. શુદ્ધિપ્રયોગમાં સત્યને આગ્રહ તે છે જ, અભિગ્રહ પણ છે જ. એ ઉપરાંત વ્યક્તિગત કે સામાજિક શુદ્ધિનાં કાર્યો થતાં હોઈ દબાણ આવે છે, શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ દબાણમાં સૂઢમહિંસા લાગે છે, પણ એ જેના ઉપર લાવવામાં આવે છે તેના હિતની બુદ્ધિ માતાની કે ડોકટરની જેમ હોય છે. સમાજ શુદ્ધિની દૃષ્ટિ હેય છે. ૧. ગાંધીજીએ આફ્રિકાના આશ્રમમાં એક મહેતાની એક બાઈ પ્રત્યે કુદષ્ટિ જોઈ તેને છૂટ કર્યો અને પોતે તેના પ્રાયશ્ચિત્ત રૂપે ૭ ઉપવાસ કર્યા. જાહેરાત તે વખતે ન કરી; પણ પેલા મહેતાજી ઉપર દબાણ નહિ આવ્યું હોય ? જે માણસના અંતરમાં પસ્તાવો થાય એના ઉપર દબાણ લાવ્યા વગર પ્રશ્ન પતી જાય છે, પણ જેનું દિલ ઊજળું ન હોય તેના ઉપર દબાણ નહિ લાવીને એના ઉપર જ સુધરવાનું જ છોડી દે તો તેની દાંડાઈને ટેકે મળે, સમાજમાં અનિષ્ટ વધે. ૨. આશ્રમના પૈસા કસ્તૂરબાએ બીજે ઠેકાણે મૂક્યા, તેમાં ગાંધીજીએ નવજીવનમાં જાહેરાત કરી કે “કસ્તુરબાએ ચોરી કરી છે.” અબાસ તૈયબજીએ ગાંધીજીને ઠપકો આપે, ત્યારે બાપૂએ કહ્યું- “સંસ્થાના આર્થિક વ્યવહારમાં ગોટાળા હું એક ક્ષણ પણ ન શાંખી શકું. ૨. જૈનશાસ્ત્રમાં શુદ્ધિને ક્રમ બતાવવા માટે શુદ્ધ અશુદ્ધ વસ્ત્રની એભંગી આપી છે. પોતાના અંતર બાહ્યની શુદ્ધિ, પછી સમાજ શુદ્ધિ માટે શુદ્ધસંકલ્પ (અભિગ્રહ), શુદ્ધપ્રજ્ઞા, શુદ્ધદષ્ટિ, શુદ્ધશીલ, શુદ્ધઆચાર અને શુદ્ધવ્યવહાર, આ ક્રમ છે. ભ. મહાવીરના જીવનમાં આ ક્રમ આપણે જોઈ શકીએ. ચતુર્વિધ સંઘની રચના પહેલાં અનાર્યદેશ વિહાર, માતૃજાતિના ઉદ્ધાર માટે અભિગ્રહ, ચંડકૌશિક સર્પને પ્રતિબંધ, એ ત્રણ નિમિત્તો મળ્યાં. ૩. પિતાની શુદ્ધિ, આજુબાજુના સમાજની શુદ્ધિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com