________________
૧૭૦
મન ન થાય, અર્થમાં પવિત્રતા સાચવી શકે. આ બે મુદા પૈકી પહેલા મુદ્દા માટે સાધુઓ નિસર્ગ નિર્ભય બની, પિતાની અંગત સુખસગવડ માટે નિઃસ્પૃહ બનવું જોઈએ અને અપ્રતિબદ્ધ વિહાર અને ભિક્ષાચરી દ્વારા સંયમ, સાદાઈ અને ત્યાગને નમૂને સમાજ સામે મૂકવો જોઈએ. જેથી સમાજ એને અનુસરે અગર તે કર્તવ્ય ભાવે અર્થત્યાગ ન કરી શકે તેને અનીતિથી અર્થોપાર્જનના ત્યાગની પ્રેરણા મળે. બીજા મુદ્દા માટે ભૂતકાળના દાખલાઓની સાધુવેગે પ્રેરણા લેવી જોઈએ- ભ. મહાવીરે શ્રમણ વર્ગને આર્થિક ક્ષેત્રે નૈતિક ચૌકી અને ક્રાંતિનું કામ અને શ્રાવક વર્ગને એ કાર્યમાં પ્રત્યક્ષ સહાયક બનવાનું કામ સોંપ્યું. વ્રતનિષ્ઠ બનાવ્યા, પરિગ્રહ મર્યાદા, આજીવિકા મર્યાદા, વ્યવસાય મર્યાદા, ઉપભેગ પરિભેગ મર્યાદા, અતિથિ સંવિભાગ વાવતે દ્વારા આર્થિકને ધર્મની પ્રેરણા આપી. ભ. મહાવીરે અધાર્મિક આજીવિકાવાળાને પ્રતિષ્ઠા ન આપવાની વાત કરી છે. ભ. મહાવીરે પોતે પુણિયા જેવા ધર્મ નિષ્ટ આજીવિકાવાળાને જેટલી પ્રતિષ્ઠા આપી છે, તેટલી કેણિકશ્રેણિક વ.ને નથી આપી. પાછળના આચાર્યોએ માર્ગાનુસારીના ગુણમાં ન્યાયસંપન્ન આજીવિકાને ગુણ બતાવ્યું છે. આચાર્ય હેમચન્દ્રની પ્રેરણાથી સમાજધાતક ધંધાને બંધ કરવાની, તીર્થ યાત્રીકર માફ કરવાની અને અપુત્રનું દાન ન લેવાની ઘોષણા કુમારપાલ રાજાએ કરાવી, વૈશ્ય અને રાજાઓએ મંદિર બંધાવ્યા, સંઘયાત્રા કઢાવી. આજે હવે સંદર્ભ બદલાય છે, એટલે ગામડામાં નીતિજીવી લેકેના શોષણ નિવારણ માટે નૈતિક સંગઠને ઊભા કરાવી અને શહેરોમાં મધ્યમવર્ગ, મજૂર અને માતાઓના સંગઠને ઊભાં કરાવવાં જોઈએ, અને રાજ્ય પાસેથી સામાજિક આર્થિક ક્ષેત્રો આંચકી લઈ લેક સંગઠનને આપી દેવા જોઈએ. અન્યાય – અત્યાચાર–શેષણ નિવારણ માટે સામુદાયિક શુદ્ધિપ્રવેગ પણ કરવા જોઈએ.
તા. ૧૩-૧૦-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com