________________
છે. ૬. ૧. રામે સામાજિક મૂલ્ય ભંગ થવાને લીધે ઝાડની ઓથે રહી વાલી વધ કર્યો. જે સીધું બાણ મારત તો વાલી સુગ્રીવના ભુક્કા બોલાવી દેત. પછી તેનાથી રાવણની સાથે યુદ્ધનું કામ લેવાનું હતું તે ન લેવાત. ૨. શ્રીકૃષ્ણ મહાભારતમાં શસ્ત્ર સંન્યાસ લીધે હતે છતાં પડું લઈને ભીષ્મની સામે થયા તથા “અશ્વત્થામા હતો નરો વા કુંજરેવા” એ અસત્ય બોલાવ્યું, એમાં પિતાનું અંગત સત્ય નબળાઈને લીધે ચૂક્યા હોવા છતાં સામાજિક મૂલ્ય રક્ષાની દષ્ટિએ એ બરાબર હતું. ૩, પઠાણની બકરીને દેહીને વાણિયાને દીકરે દૂધ લઈ આવેલ તેથી પઠાણુ ગુસ્સામાં આવી તેને મારી નાખવા આવેલ, પણ વાણિયાએ પોતાના દીકરાને ભર બજારમાં લઈ જઈ માર્યો. તેથી બીજા લોકોની સાથે સાથે પઠાણનું દિલ પણ પીગળ્યું, આમ મોટા અનિષ્ટોથી બચાવવા નાના અનિષ્ટોને કેટલીક વખત ક્ષમ્ય ગણવા પડે છે. ૭. સમાજમાં અનિષ્ટો ચાલતા હોય ત્યારે પહેલાં નિરીક્ષણ કરે, પછી સમાજને જણાવીને જાગૃત કરે, પછી તેને શાંત કરે. ૮. દબાણ દ્વારા આવતી સૂક્ષ્મ હિંસામાં ચાર વાત વિચારવી. ૧. દાંડત દ્વારા થતી હિંસા કરતાં રાજ્યની હિંસા ગૌણ છે. ૨, રાજ્યહિંસા કરતાં સામાજિકહિંસા ક્ષમ્ય છે. ૩. અંગત સત્ય સામાજિક સત્યની આગળ ગૌણ છે. ૪. આસપાસ દેખાતા સત્ય કરતાં અવ્યક્ત સમાજના સત્યને મુખ્યતા આપવી.
તા. ૪-૮-૬૧
સામુદાયિક અહિંસાના પ્રયોગો 1. સામુદાયિક અહિંસા પ્રયોગમાં ત્રણ ક્રમ મુખ્યત્વે વિચારવા ૧. પ્રેમ અને સત્ય બ રહે તે સૌથી સારું. ૨. બને રહેતા હોય તે સત્યને બચાવવું. ૩. સત્ય અને ન્યાય અગર તો ન્યાય અને પ્રેમ (અહિંસા)બન્નેમાંથી એકને બચાવવાનું આવે ત્યારે ન્યાયને બચાવ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com