________________
૧૫૯
તે માટે નિસ્વાર્થ ભાવે પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહને છોડી દેશે. ૨. શ્રમજીવી અને જનાકાર બન્નેને પૂજ્ય ભાવ સાધુ પુરુષ પ્રત્યે હાઈ તેની જવાબદારી વધુ તપ-ત્યાગ કરીને બીજાને જીવાડવાની છે, માટે જ દુષ્કાળ વખતે આવા પૂજ્ય પુરુષોએ પોતે પ્રાણ છોડીને પણ બીજાને જીવાડવાની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અનશન કર્યા. ૩. બ્રાહ્મણે અને ક્ષત્રિયો ગુણ એટલે સામાજિક મૂલ્યને સાચવવાને બદલે ભોગ વિલાસ, સ્વાર્થ અને લેભમાં પડી ગયા અને સમાજમાં મોભો સાચવી રાખવા મોટા યજ્ઞો કરવા લાગ્યા. ૧. એક વખતે હરિકેશી મુનિ ભિક્ષાનિમિત્ત યજ્ઞવાડામાં જઈને ગાળ, અપમાન અને માર વગેરે સહે છે, ટકી રહે છે, છેવટે બ્રાહ્મણે તેમને ચરણે પડીને માફી માગે છે, પિતાની ભૂલ કબૂલે છે, સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળી માર્ગદર્શન લે છે. ૨. આ રીતે ય ઘોષ મુનિ પણ વિજય ઘોષને તેને સાચે ધર્મ સમજાવે છે; કષ્ટ, અપમાન વગેરે વેઠીને બને મુનિઓ સંસ્કૃતિ રક્ષા કરે છે. ૩. ભ. બુદ્ધના શિષ્ય પૂર્ણ મહા કષ્ટ અને પરિષહાની પરવા કર્યા સિવાય અનાર્ય દેશમાં જાય છે. ૩. સાધકે પણ પોતે વ્યક્તિગત રીતે ધર્મ અને સંસ્કૃતિની પરીક્ષા વખતે ટકી રહ્યા છે, પણ આખા સમાજને ધર્મ અને સંસ્કૃતિને માર્ગે દોરવા અને એ બન્નેની રક્ષા કરવા માટે સાધુ સંસ્થાની જરૂર છે; આજના યુગે તેને ઉપયોગ શી રીતે કરવો ? તે વિચારણીય છે.
તા. ૪-૮-૬૧
સાધુસંસ્થાની ઉપગિતા ૧. ભારતમાં ત્રણ પ્રકારની સાધુસંસ્થા છે. જૈન, બૌદ્ધ અને વૈદિક. એમાં ઘડતર પામેલી અને જૂની જૈન સાધુ સંસ્થા છે. ભ. પાર્શ્વનાથ વખતે પણ જૈન સાધુ સંસ્થા હતી. બૌદ્ધસાધુ સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com