________________
૧૬૫
આવતા હોય. એવા માર્ગને આપણે સ્પષ્ટમાર્ગ કહીએ છીએ. ૨. એવા સ્પષ્ટ માર્ગોમાં નીચેની પ્રવૃત્તિએ આવી શકે- ૧. સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, આધ્યાત્મિક વગેરે વનનાં બધાં ક્ષેત્રામાં નૈતિક ધાર્મિક મૂલ્યો બગડે નહી, અનુબંધ તૂટે નહીં, સુવ્યવસ્થા જળવાઈ રહે, તે માટે સતત અનુબંધ પુરુષાર્થ કરવા. ૨. સમાજધડતર માટે જુદા જુદા ક્ષેત્રામાં સામુદાયિક અહિંસાના પ્રયોગા દ્વારા લોકશિક્ષણ, સાર્વજનિક ન્યાય અને સાર્વજનિક સ્વાસ્થ્યનું કામ વગેરે આ ત્રણે મુખ્ય પ્રવૃત્તિએ કરવામાં સાધુસ’સ્થાના ઉદ્દેશ્ય માટે અગાઉ બતાવેલ ત્રણ મુખ્ય વસ્તુએ— નિબંધતા, સાર્વત્રિક ઊંડા વિચાર અને સર્વક્ષેત્રીય સપર્ક સુરક્ષિત રહે છે. એ કામ ફાવટનું છે, સાધુએની મર્યાદામાં છે; સ્વધર્માનુકૂળ પણ છે; દ્રવ્યક્ષેત્રાદિથી નિબંધ છે; કોઈપણ ક્ષેત્રના દૂષણા, હાદા, પ્રતિષ્ઠા વગેરેથી નિલે પ રહી, શુદ્ધિ કરી શકશે. એટલે સ્પષ્ટમાર્ગમાં એની પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષી હશે અને નિવૃત્તિ શુદ્ધપ્રવૃત્તિ લક્ષી હશે મતલબ કે કાઈપણ ક્ષેત્રમાં અનિષ્ટો ચાલતાં હશે તેા તે ઉદાસીનતા કે ઉપેક્ષાવાળી નિવૃત્તિ લઈ ને નહીં બેસે, તેમજ સ્થૂળ ઉત્પાદક શ્રમ કે મધ્યમમા વાળી પ્રવૃત્તિઓમાં પણ નહીં પડે. દૂષણા દેખાશે ત્યાં શુદ્ધિ માટેની પ્રવૃત્તિ કરશે અને પ્રવૃત્તિ શુદ્ધ થાય તેના ચિંતન માટે નિવૃત્તિ કરશે. ૩. તે યોગ્ય જવાબદારીની પ્રવૃત્તિથી વિમુખ થશે નહીં, અગર તેા કંટાળશે નહીં, તેમજ સ્વકલ્યાણ કે પરલાકનું બહાનું લઈ એને ટાળશે નહીં. જો એકાંત સ્વકલ્યાણ કે પરલેક સાધવામાં જ સાધુસ’સ્થાની ઉપયોગિતા હોત તેા ભ. મહાવીર કેવળજ્ઞાન પછી સોંધરચના, પાદવિહાર, ધમ પ્રેરણાદિ પ્રવૃત્તિ ન કરત.
તા. ૧-૯-૧
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat