________________
૧૬૩
૬
સાધુ સંસ્થાની ઉપયેાગિતાનાં પાસાંઓ
૧. કેટલાક લેાકા એકાંત પ્રવૃત્તિવાદ તેમજ એકાંત નિવૃત્તિવાદ એ બેમાંથી વચલા (મધ્યમ) માર્ગની હિમાયત કરે છે. પ્રવૃત્તિ એ પ્રકારની છે. સાવદ્ય (સોષ) અને નિરવદ્ય (નિર્દોષ). સાધુએ શિક્ષણ, ન્યાય અને આરાગ્ય વ.ની નિરવદ્ય પ્રવૃત્તિ કરે તેા શું ખાતું? આપણે આ વિચાર ને સાધુ સ’સ્થાની ઉપયોગિતાની ત્રણ મુખ્ય વસ્તુઓ- ૧. નિઃસ્પૃહતા (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની નિલે પતા, નિબંધનતા) ૨. ઊંડાણના સાર્વત્રિક વિચાર અને ૩. દરેક વ્યક્તિ અને સસ્થાના ઊંડા સૌંપર્ક – ઉપરથી ચકાસવી પડશે. એ ત્રણેયની સાધના માટે અપ્રતિબદ્ઘ પાદવિહાર (પરિવ્રાજકપણું) અને વ્યાપક ભિક્ષાચરી એ બે સાધના છે. ૨. જો શિક્ષણ, ન્યાય કે આરોગ્યના ક્ષેત્રે સાધુએ પ્રવૃત્તિ કરશે તેા એક ક્ષેત્રે બધાઈ જવું પડશે, ઊંડાસુથી સાર્વત્રિક અનુબધ વિચાર કરી શકાશે નહીં, દ્રવ્ય–ક્ષેત્ર-કાળ ભાવ અને સરકારના પ્રતિબધમાં રહેવું પડશે; જેથી ઉપલી ત્રણે વસ્તુઓ સચવાશે નહીં. ૩. જે વિશાળ જન સંપર્ક કે સાર્વાંત્રિક વિચાર પ્રચાર માટે વાહનના સ્વીકાર કરશે તેાય માટે ભાગે શહેરી લેાક સંપર્ક જ થશે; અનુબંધના સાવત્રિક વિચાર કરી શકશે નહીં. પૈસાવાળા કે વાહનવાળાની અપેક્ષા રાખવી પડશે; આસક્તિ વળગશે. અપ્રતિબદ્ધતા રહેશે નહીં. ૪. બૌદ્ધ સાધુઓ તથા રામકૃષ્ણ મિશનના સંન્યાસીએ તથા ખ્રિસ્તી સાધુ સાધ્વી, જૈનયતિ, ભટ્ટાર વગેરે ઉપલી ત્રણ પ્રવૃત્તિઓ પૈકી બે કે ત્રણમાં પડ્યા. પરિણામે ઉપર બતાવેલ ત્રણે મુખ્ય વસ્તુ સાચવી શકયા નહીં, મૂળ લક્ષ્ય ચૂકવ્યા. એક સ્થાને રહેવું, પૈસાના પ્રપચમાં પડવું, સાંપ્રદાયિકતા વધારવી એ બધાં અનિષ્ટો આવ્યાં; તેથી બગડેલાં અનુબંધે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com