________________
ધાર્મિકક્ષેત્રે સાધુ સંસ્થાની ઉપયોગિતા
૧. ચોકકસ અને ઘડાયેલી સાધુ સંસ્થાની દષ્ટિએ આજની બધી સાધુ સંસ્થાઓની ઉપયોગિતા સ્પષ્ટ માર્ગ દ્વારા જ બધાં ક્ષેત્રોમાં સિદ્ધ થઈ શકે. ૨. ધાર્મિક ક્ષેત્રે સાધુ સંસ્થાની ઉપયોગિતા વિષે ભૂતકાળના દાખલાઓની પ્રેરણું લેવી જોઈએ. ભ. ઋષભદેવ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીર જેવા તીર્થકરેએ શ્રમણસંધની રચના કરી, તેમાં સાધુસાધ્વીઓના પ્રેરકપણાનું કામ કરવા શ્રાવક શ્રાવિકાને ઘડ્યા; તેમના દ્વારા બધાં ક્ષેત્રોમાં ધર્મને પ્રવેશ કરાવવાનું કામ કરાવ્યું, ધર્મમાં પેસેલાં અનિષ્ટો દૂર કરાવ્યાં. ૩. ત્યાર પછી એ જ સાધુ સંસ્થાના સભ્યોએ ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા સિદ્ધ કરવા માટે જુદી જુદી જ્ઞાતિઓની ધર્મદષ્ટિએ સ્થાપના કરી. દા. ત. ૧. આચાર્ય હરિભદ્ર પ્રાગ્વાટ જ્ઞાતિની સ્થાપના કરી, એ જ્ઞાતિના લેકનું ઘડતર અહિંસા સત્યાદિ તત્તની દષ્ટિએ કર્યું. એમાંથી વિમલ દંડપતિ, આભુ, જગડુ, ચાંપાશાહ, નિનકશ્રીમાળા વગેરે પ્રેરક બળે પાડ્યાં, જેમણે રાજાએ તથા પ્રજાને નીતિ ધર્મને માગે પ્રેરવાનું કામ કર્યું હતું. ૨. રત્નપ્રભસૂરિએ ઓસિયાં નગરીમાં વસતા બધી નાતના લેકેને મુખ્યત્વે રાજાને દારૂ, જુગાર, માંસાહાર વગેરે કુવ્યસને છોડાવી ધર્મ અને નીતિના સંસ્કાર આપ્યા; ઓસવાલ જ્ઞાતિની સ્થાપના કરીને ઘડતર કર્યું. એમાંથી. ભામાશાહ, ખીમે હડાલીઓ, કર્મચંદ વચ્છાવત, નગરશેઠ ચંપાલાલજી વગેરે સારાં રત્ન પાક્યાં, જેમણે પણ ક્ષત્રિયોને પ્રેરણું આપવાનું બ્રાહ્મણોનું કામ કર્યું. ૩. લેહાચા અગ્રવાલ જ્ઞાતિની સ્થાપના કરી. ૪. શંકરાચાર્યે બ્રાહ્મણોને પ્રેરકપણાથી ઉદાસીન જોઈ ક્ષત્રિય અને જનતાને સાચા ધર્મમાગે પ્રેરવાનું કામ પતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com