________________
૬૫
ભારતમાં પણ એની સામે વિરોધી પરિબળો ઊભાં છે, તેમને ખાળવાં શી રીતે ? એ મુશ્કેલી છે, પણ નિરાશ થવાની જરૂર નથી. ગામડાં, પછાતવર્ગ અને નારી જાતિ, એ ત્રણ બળ ભારતમાં છે જ, પશ્ચિમમાં પણ છૂટાછવાયાં એવાં તત્તવો પડયાં છે. ૨. માતુપૂજા અને શીલનિષ્ઠા માટે દાખલાઓ–૧. અમેરિકાથી મિસસ્લેડ (મીરાં બહેન) ગાંધીજી પાસે આવ્યાં, ત્યાંના ભૌતિક અને છૂટછાટવાળા વિલાસી સંસ્કારમાં ઉછરેલાં, એ બહેન ભારતમાં ગાંધીજીના આશ્રમમાં સંયમ, સાદાઈ અને વાત્સલ્યમય જીવન સ્વીકારે છે; ભારતીય સંસ્કૃતિમાં પિતાનું વ્યકિતત્વ ઓગાળી દે છે. ૨. જર્મનીનાં એક બહેન “એગાસ્તા લાતાર' જેમને હિંદના એક બહેન મળ્યાં અને ભારતીય સંસ્કૃતિને પરિચય આપ્યો. એ બાઈના પતિ ૬ મહિના પહેલા લડાઈમાં ગુજરી ગયા હતા, એમની જ્ઞાતિમાં પુનર્લગ્ન થઈ શકે છે, પણ આ બાઈ એ વૈધવ્યજીવનમાં બ્રહ્મચર્ય
સ્વીકાર્યું. હિંદુસ્તાનમાં આવી. મારી સાથે ચર્ચા વિચારણું કરી. ૩. એક સ્વીડિશ દંપતિએ હિંદુસ્તાનમાં આવ્યા પછી હિંદના બાળકને દત્તક લેવાની ઈચ્છા દર્શાવી અને અમદાવાદના અનાથાશ્રમમાંથી દત્તક લઈને ગયા. ૪. દુર્ભાગ્યે વચગાળામાં આ બંને ગુણે પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી. નારીને અલિલ રીતે ચિતરવા માટે સિનેમા, નાટક, પિષ્ટરો, અશ્લિલ સાહિત્યને પુરુષાર્થ થયો, એવી જ રીતે કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ, બાળલગ્ન, કજોડા લગ્ન ચારે બાજુનું અશ્લિલ વાતાવરણ માતૃપૂજા અને શીલનિષ્ઠાથી વિધી દેખાય છે. એટલે હવે વિધવા બહેને અને આજીવન બ્રહ્મચારિણી તરીકે રહેવા ઈચ્છનાર કુમારિકા બહેને માટે સમાજસેવાની એવી પવિત્ર સંસ્થાઓ, આશ્રમમાં રહીને પોતાને સર્વાગીણ વિકાસ કરી શકે, એવી જોગવાઈ ઊભી કરવી પડશે. કુટુંબનું વાતાવરણ પણ સંયમી, સાદાઈવાળું દેવું જોઈએ. ગાંધીજીએ આશ્રમમાં અનેક બહેનને પવિત્ર વાતાવરણમાં રાખીને ઘડતર કર્યું, જોખમ ખેડ્યાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com