________________
૭૦
ગયા. તેમાં બકાસુર, અઘાસુર, ધેનુકાસુર વ. મુખ્ય હતા. ૨. આ પછી ગપસંધને અભિન્ન બનાવીને ગોસંવર્ધનને કાર્યક્રમ મૂક્યો. ગોવાળીઆ ઈન્દ્રને નૈવેદ્ય ધરતા હતા, તેને બદલે ગોવર્ધન પર્વતની ભૂમિ ખેડવા લાયક બનાવી, ખાતરનું નૈવેદ્ય અપાવ્યું. ઇન્દ્ર ક્રોધે ભરાઈને બધા વાછરડાઓ ચોરી ગયે, એટલે શ્રીકૃષ્ણ ઈન્દ્રને હરાવ્યું. ગોવર્ધન પર્વત છે, અને ઉત્તમ વૃષભના વીર્યને વેગશકિત દ્વારા ખેંચીને ગાયોને આપ્યું, તેથી ત્રણ લાખ પુષ્ટ વાછરડા થયા. ઇન્દ્ર વિસ્મિત અને મુગ્ધ થયે. ૩. મહિષાસુરને ગોપાલકોની સંઘશક્તિ દ્વારા મહાત કર્યો. ૪. માતૃ જાતિ અને શ્રમજીવીઓને પિતાનું પ્રેમતત્ત્વ સમજાવ્યું. વેણુ વગાડીને સ્યાદ્વાદની જેમ એમાંથી સતસ્વર કાઢ્યા; એનું ૪ વર્ણો, ૫ યોગી, ૬ સ્ત્રી જાતિ, ૭ પ્રાણિજગત, એ સાતની સાથે અનુસંધાન કર્યું. એ સાત પૈકી નારી અને પ્રાણ જગત(ગાય વગેરે)ને મોખરે રાખીને બધાને યથાસ્થાને ગોઠવ્યા. યજકની આગળ મુખ્યત્વે અગુપ્તતા હોવી જોઈએ, એટલે વસ્ત્રહરણના રૂપક દ્વારા હૃદય ઉપર જે કષાયના વસ્ત્રો હતાં, તે હરણ કર્યા. ૫. આમ અવતારી બની મથુરામાં આવ્યા. ક્રમે ક્રમે કુજાને સરળ બનાવી, કંસને શંખ વગાડ્યો. હાથી, મલ્લ, દ્વારપાળ, કંસ વગેરે દાંડ તને દૂર કર્યા, મથુરાની ગાદીએ ઉગ્રસેનને બેસાડ્યો, પોતે મોરમુગુટ ધર્યો, શસ્ત્રને ઠેકાણે બંસી ધારણ કરી. ૧૮ વખત ઉગ્રસેનને ધન્વયુદ્ધ કરવા માટે પ્રેર્યો. યુદ્ધને છોડવા– છેડાવવાને સંકલ્પ કર્યો. ૧૬૧૦૮ નારીઓએ યુદ્ધ છેડવાનું આંદોલન મથુરાથી ડાકોર સુધી આવીને જગાડયું. તેથી રણછોડરાય કહેવાયા. આ પછી મહાભારત યુદ્ધમાં પાંડવોની તરફેણમાં રહ્યા ખરા, પણ પોતે યુદ્ધ ન કર્યું, શસ્ત્રસંન્યાસ કર્યો. કૃષ્ણને શંખ પાંચજન્ય હત, એમાં ચાર વર્ણ અને પાંચમા સાધુસંતે આવી ગયા. આ રીતે શ્રીકૃષ્ણ સર્વાંગી ક્રાંતિ કરી.
તા. ૨૫-૭-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com