________________
અનુબંધ સાધ્યું. એમાં જે તત્ત્વ ખૂટતું હતું તે ઉમેર્યું, નબળું તત્વ દૂર કર્યું. ૪. જ્યાં સમાજ ઊભો થયો, ત્યાં સવાલ તો ઊભા થવાના, અનિષ્ટ પણ પેસવાના, પણ આ બધાં અનિષ્ટો ન પેસે તેની કાળજી રાખવાની અને અનિષ્ટ પેસી ગયાં હોય તે દૂર કરવાની જવાબદારી સાધુસંતોની છે. ૫. સમાજનું બળ, કક્ષા, ઉત્સાહ, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળ જોઈને અનુબંધકાર પોતાની ક્રાંતિની સાથે એને જોડી દે તે સમાજનું ઘડતર થશે અને ક્રાંતિ થશે. વ્યક્તિ ગમે તેટલી સારી હોય, પણ સુસંસ્થા દ્વારા ઘડાયેલી નહીં હોય તે એ વ્યક્તિને જાહેર પ્રતિષ્ઠા આપવામાં જોખમ છે. વ્યક્તિના ઘડતરની જેમ રાજ્ય, પ્રજા સાધકેનું ઘડતર પણ સંગઠન અને અનુબંધ વગર નહીં થઈ શકે. ૬. દીકરા-દીકરીના સગપણ કરતી વખતે જેમ ખાનદાની, કુળ, શીલ, ઘડતર, ઉછેર વગેરેને વિચાર કરે પડે છે, તેમ કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે અનુબંધ જોડતી વખતે પણ એ વિચાર કરવો જોઈએ. ૭. આજે રાજકારણમાં ગંદવાડ વધારે છે, પણ તેને દૂર નહીં કરીને કંટાળશે, ભાગશે તે તે ક્રાંતિ નહીં કરી શકે, ગાંધીજી ભાગ્યા નહીં, પણ રાજકારણની અશુદ્ધિ દૂર કરવા પુરુષાર્થ કર્યો. અનુબંધકારે વિશ્વમાની સારી સારી સંસ્થાઓ લઈ ખરાબને છોડી, ખોટાં મૂલ્યો નીવારીને નવાં સાચાં મૂલો ઊભાં કરવા માટે એ સંસ્થાઓને યથાક્રમે યથાસ્થાને ગોઠવવી પડશે. અનુબંધકાર ઉપર આમ કરવામાં અનેક આફત, આક્ષેપ આવશે, પણ તે વ્યક્તિગત આક્ષેપોને સમભાવે સહશે, સંસ્થાગત આક્ષેપને શુદ્ધિપ્રયોગથી ખાળશે.
તા. ૧૮-૭-૧
અનુબંધ વિચારનાં વિવિધ પાસાંઓ ૧. અનુબંધ વિચારનાં પાંચ પાસાંઓ ઃ ૧. વ્યક્તિની શુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com