________________
૧૧૭
સહગ છે. માટે વ્યક્તિના કરતાં સંસ્થા કે સમાજને ઈતિહાસ આલેખાય છે. પ. અહીંના ઈતિહાસમાં રાજ્યવ્યવસ્થાને જ માત્ર વિચાર કરવામાં નહોતે આવ્યો, પણ લેક વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાને પણ વિચાર કરીને સમગ્ર ઇતિહાસ લખવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ, ભ. બુદ્ધ, રામ અને મહાવીરના પૂર્વના અનેક જન્મોનું વર્ણન કર્યું છે. તે જીવનની ઉત્તરોત્તર પ્રગતિ બતાવવા અને પ્રેરણું લેવા માટે. ૬. પ્રાગૈતિહાસિક કાળ પછી માનવ જાતિ જંગલી અવસ્થામાંથી ધીરે ધીરે સંસ્કૃતિ અને સભ્યતાને વિકાસ કરે છે, ત્યાર પછી જ ઈતિહાસ સર્જાય છે. ૭. સૌથી પહેલાં એશિયાને ઇતિહાસ વિચારો જોઈએ; કારણ કે ૧. એશિયામાં મુખ્ય ધર્મસંસ્થાપકે, મહાન વિચાર અને કર્મવીરે થયા છે. ૨. એશિયાની સંસ્કૃતિની અસર યુરોપ વગેરે ઉપર થઈ છે. ૩. એશિયામાંથી જ પ્રજા બીજા ભૂખંડોમાં જઈને વસી છે. ૮. ગ્રીસના આચાર-વિચારની અસર યુરોપ ઉપર થઈ છે. ગ્રીસની રાજ્યવ્યવસ્થામાં પ્રજાને અવાજ નહોતો અને ધર્મસંસ્થા સાથે પ્રજા અને રાજ્યને અનુબંધ નહોતો, એટલે ત્યાંની સંસ્કૃતિનું પતન થયું.
તા. ૨૦–૭–૧૧
વિશ્વઇતિહાસની રૂપરેખા ૧. આર્યો ભારતના વાયવ્ય ખૂણામાંથી આવ્યા; હિંદના ઉત્તર ભાગમાં ગંગા અને સિંધુને મેદાનમાં ફેલાયા, મોટી વસાહત ઊભી કરી. અહીંના મૂળ નિવાસી-દ્રાવિડે સાથે તેમણે સમન્વય કર્યો. ગ્રામવ્યવસ્થા ખીલવી, ચૂંટાયેલી પંચાયત અને વહીવટ ચલાવતી. કેટલાંક ગ્રામ કે કસબાએ રાજા કે સરદારના અમલ નીચે ચાલતા હતા. આર્યોના કાયદા અને પ્રણાલિકા પ્રમાણે ચાલવું પડતું, નહિતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com