________________
પ્રજા તેને દંડિત કે પદભ્રષ્ટ કરી શકતી. ચારે વર્ણોમાં કામધંધાની વહેચણી કરી લીધી; પણ શ્રમજીવી અને દબાયેલા લેકોને કઈ અધિકાર ન હતો, એને પરિણામે અસંખ્ય જ્ઞાતિઓ ઊભી થઈ અને દેશ નબળો થયો અને પતન પામે. વિદ્વાને, બ્રાહ્મણ અને ઋષિમુનિઓ આ તરફ ઓછું ધ્યાન આપવા માંડયા, પરિણામે ભારતની ગુલામીના એંધાણ નજરે પડવા લાગ્યા. ભારતના આર્યો સંસ્કૃતિપ્રચાર, વ્યાપાર કે શોધખોળ માટે વિદેશોમાં પણ જતા. કેટલાક દક્ષિણ હિંદ તરફ ગયા. ૨. લગભગ ૫ હજાર વર્ષ પહેલાં પશ્ચિમ તરફથી ચડાઈ કરીને આવેલી જાતિઓએ ચીનની હે આંગણે નદીને કાંઠે વસવાટ કર્યો. એ લેકે ખેતી, પશુપાલન અને બાંધકામનું કામ મુખ્યત્વે કરતા; એમાંથી ચૂંટાયેલે કુળપતિ રાજ્યવ્યવસ્થા સંભાળતા. “પા” એક વિશિષ્ટ કુળપતિ હતા. પછી હંસિયાવશે રાજ્ય કર્યું, છેલ્લે રાજ બહુ ઘાતકી હોવાથી તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. પછી સાંગવશ આવ્યા. કુળપતિ પદ્ધતિ તૂટી અને મધ્યસ્થ સરકાર દ્વારા સંગઠિત રાજ્ય ઊભું થયું. પછી તેને ઠેકાણે “ચાઉવંશ આવ્યો. એ કાળમાં કેન્ફશિયસ અને લાઓસે, એ બે તત્વચિંતક થયા. એમની નૈતિકપ્રેરણાથી રાજ્ય અને લેક અને વ્યવસ્થા સારી ચાલી. કિત્સનામના ચાઉ રાજ્યના એક અધિકારીએ કરી છેડીને ચીનથી પૂર્વમાં “સેન” નામનું નવું રાજ્ય સ્થાપ્યું, ત્યાં ખેતી તથા રેશમ બનાવવાની, ઘર બાંધવાની કળાને વિકાસ કર્યો. ચીનથી ઘણું લેકે જઈને ત્યાં વસ્યા. ૩. એનાથીયે પૂર્વમાં જાપાન દેશ છે. તેને ઈતિહાસ ઘણે જૂને નથી. ત્યારે પ્રથમ સમ્રાટ હતો “જિમ્મુટેનું'. એ પિતાને સૂર્યદેવને ઉપાસક કહેવડાવત, ત્યારપછીના સવે રાજાઓ આ જ વંશના કહેવાય છે. ત્યાં ધર્મસંસ્થાની પ્રેરણું ન હોવાથી રાજ્ય અને પ્રજાની વ્યવસ્થા ધર્મયુક્ત ન રહી.
તા. ૨૭-૭-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com