________________
૧૭.
તેમણે મજૂરો અને ગરીબોને સમજાવ્યું કે આ તે મૂડીવાદીઓનું સ્ટેટ છે. ધર્મ એ જ અફીણની ગોળી છે, એને ન ચડાવીને તમને ફેસલાવે છે. તમારે બરાબરનો હક છે. એ માટે સામ્યવાદી કલ્પના મૂકી મજૂરને તૈયાર કર્યા. કેટલાકને વળી એમ લાગ્યું કે કદાચ આ મજૂરે મૂડીવાદી (નકલી) લેકશાહીથી અંજાઈ જાય, માટે આ લેકશાહીને પણ ખતમ કરો, શ્રીમંત વર્ગને મત ન આપે, મજૂરોને જ મત આપે. આમ રશિયામાં મજુરસરમુખત્યારશાહી આવી. એમાં પણ મૂડીવાદીઓ જેમ ધર્મને ન ચઢાવી સ્વર્ગસુખનું પ્રલોભન આપતા હતા, તેમ સામ્યવાદીઓએ રાજ્યસુખને ન ચઢાવી વૈભવ વિલાસનું પ્રલોભન આપ્યું; અને શ્રીમંત વર્ગને નાશ કરવા માટે વર્ગ વિગ્રહ કરાવ્યો અને તે માટે કાયમી અસંતોષ ઊભો કર્યો. પરલેકની જેમ સામ્યવાદીઓએ આવતી કાલ આપણુ છે, એમ મજૂરોને સુખસ્વપ્ર બતાવ્યું. મૂડીવાદીઓ બાઈબલ કે કુરાનને જ સાચાં શાસ્ત્રો કહે. આ લેકે માકર્સના કેપિટલને જ સાચું માને. પેલાઓએ ધર્મગુરૂનું ન માને તે જખ, નરક કે જમખાનું બતાવ્યું, જ્યારે એમણે અહીં જ નેતાઓના હાથે જમખાનું તૈયાર કર્યું. પેલા લેકેએ પરફેકની સત્તા ધર્મગુરૂઓને સોંપી જ્યારે મજૂર રાજ્યવાળાઓએ બધી સત્તા નેતાઓના હાથમાં સોંપી એટલે એ બને લગભગ સરખા જ છે. ૫. કેટલાક દેશોએ પ્રજાને ખૂબ કમાવાની અને ગમે ત્યાં મોજ શોખમાં ખર્ચ કરવાની છૂટ આપી. આ સ્વતંત્રતાની સાથે ભારે કરવેરા નાખ્યા, અને અવિકસિત તથા નબળા લોકો તથા દેશોને પિષવા લાગ્યા; એને તેઓ કલ્યાણ રાજ્ય કહે છે. અહીં સુખ સગવડ, ખાવાપીવાનું સારું મળે અને ગરીબો પણ કાંઈક મળે છે કે મળશે, એ આશાથી સમાજમાં પરિવર્તન કરી શકતા નથી. સામ્યવાદની સામે દીવાલ ઊભી કરવા માટે મુસ્લિમ રાષ્ટ્રને ચઢાવ્યું રાખે છે. આ એક ગ્રુપ સામ્રાજ્યવાદી કે સંસ્થાનવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com