________________
૧૧
રીતે મેળવી શકે એ માટે મદિરા સાથેસાથે એ વસ્તુ સાવજનિક રીતે ગાવાઈ. એટલે આપણે ત્યાં અર્થ-પુરુષાર્થની સાથે ધા અંકુશ રહ્યો છે. ૨. યુરોપમાં અવ્યવસ્થા જુદી રીતે વિકસે છે. ઘરની અર્થનીતિમાંથી અર્થશાસ્ત્ર રચાયું, પછી વ્યાપારિક અર્થશાસ્ત્ર રચાયું. ખર્ચ કરતાં આવક કેમ વધે ? એ વસ્તુ ઉપરથી નફાની દષ્ટિ આવી. દરેક વસ્તુ ના માટે બનાવવી, એ સૂત્ર આવ્યું. પછી જે બજારમાં હરીફાઈમાં ટકી શકે, તેના હાથમાં અર્થતંત્ર રહે. આ આ હરીફાઈમાંથી વિશ્વયુદ્દો થયાં. ત્રીજી વસ્તુ એ આવી કે સપત્તિવાળા મન કાવે તેમ તેને ઉપયોગ કરે. ચોથી વસ્તુ મુક્ત હરીકાઈની આવી. એમાં જે વધારે સાધનાવાળા હતા તે ટકા, સાધનહીનેાની શક્તિ ખૂટવા માંડી. આ પછી ગરીબ લાની ખરીદશક્તિ વધારવા માટે પૈસા ઉધાર આપવાની ઉદારતા બતાવી. એમાંથી અર્થશાસ્ત્રીઓનું નવું સૂત્ર આવ્યું કે, વસ્તુએ ખૂબ વાપરા, વાપરશે એટલે માલ ખતમ થશે. વધારે વસ્તુ વાપરવાથી, વસાવવાથી જ જીવનધારણું ઊંચું થશે; આ આખી વસ્તુમાં પાયાની ભૂલ છે. અમેરિકા વ. દેશએ અવિકસિત રાષ્ટ્રોને બેઠા કરવા અને જીવન– ધારણ ઊંચું કરવાનું આ ભ્રામક સૂત્ર ફેલાવ્યું; એની પાછળ તેની દિષ્ટ પેાતાના દેશના માલ ખપાવવાની વૃત્તિ છે. દુર્ભાગ્યે આપણા રાષ્ટ્રનેતાઓ પણ જીવન-ધારણ ઊંચું કરવાના આ ભ્રમમાં તણાઈ રહ્યા છે. વિલાસ, પરાવલંબન કે અસયમ ઉપર જીવન ધારણ વધારવા કરતાં સાદાઈ, સંયમ અને સ્વાવલંબનથી જીવન–ધારણ વધારવાની વાત જ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. ગાંધીજીએ આખી અનીતિને પાયાથી બદલવાનાં સૂચના કર્યા. પહેલું સૂચન એ હતું કે ઉત્પાદન ઉપયાગ માટે હાય, નફા માટે નહી. ખીન્ને મુદ્દો એ હતા કે એ વસ્તુ તરફ સદ્ભાવ રહે, તે માટે પ્રચાર કરવા જોઈ એ; ત્રીજો મુદ્દો એ હતા કે જેનાથી આવિકા બરાબર ચાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com