________________
૧૩૯
સ્વતંત્ર પક્ષ જેવા બધા જ પક્ષે આવી જાય છે. એને પાયો સ્થાપિત હિત છે, પ્રેરક બળ મૂડીવાદ છે; એને જન્મ હિંદમાં હોવા છતાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી; કારણ કે જે જાગીર દરે, જમીનદારે, શ્રીમંતોએ અત્યાર સુધી ગરીબેને ચૂસ્યા છે, ઊંચા આવવા દીધા નથી, તેવાઓને પંપાળીને સત્તા મેળવવાને આમાં પ્રયાસ થાય છે, તે ભારતીય રાજનીતિની વિરુદ્ધ છે. હવે રહ્યા પ્રજાસમાજવાદી અને સમાજવાદી પક્ષ, એ બન્નેને પાયે સત્તા દ્વારા ક્રાંતિ કરવી, એ છે. ભારતીય રાજ્યની આ નીતિરીતિ કઈ દિવસ નથી રહી. અહીંના રાજાઓ પ્રજાને રક્ષણ અને ન્યાય આપવા માટે જ સેવાર્થે સત્તા ગ્રહણ કરતા હતા; વચ્ચે કેટલાક વિલાસી અત્યાચારી અન્યાયી રાજાઓ જરૂર થયા પણ રાજાના ધર્મોમાં ઉપલી વસ્તુ આવે છે. એ બન્ને પક્ષોનું પ્રેરક બળ ચૂંટણું લડવી, સત્તાસીન પક્ષને વિરોધ કરે, તેને વગોવવા પ્રયત્ન કરે, એ છે. એ બંને ઉછેર વિદેશમાં થયે છે; એટલે એમની નીતિ ભારતીય સમાજવાદને અનુકૂળ નથી. ભારતીય સમાજવાદમાં રાજ્ય ઉપર પ્રજા અને પ્રજાસેવકોને અંકુશ પહેલાંથી રહ્યો છે. જ્યારે વિદેશના આ સમાજવાદમાં રાજ્ય જ હંમેશા બળવાન રહ્યું છે. ત્યાં પ્રજા અને પ્રજાસેવકનું વ્યવસ્થિત સંગઠન ન હેઈ, રાજ્ય ઉપર અંકુશ ન રહ્યો. જો કે એ પક્ષે કેમવાદમાં નથી માનતાં પણ કેટલીક વખત સામ્યવાદવાળી નીતિને અપનાવી લે છે. દેશ વ્યાપી કર્મચારી હડતાલ અને ભાંગફેડ વખતે એ પક્ષેને હાથ હતે. એ બન્નેને ઉછેર વિદેશમાં થયો છે. કેગ્રેસે જે કે સમાજવાદી ભાઈઓને સમાવિષ્ટ કર્યા છે, પણ ભારત સ્વતંત્ર થતાં જ સત્તા કાંક્ષાની વાત નજર સમક્ષ આવી. કોંગ્રેસને પાયે સંસ્થાનવાદથી દેશને અને દુનિયાને મુક્ત કરવાને રહ્યો છે. એનું પ્રેરક બળ ચૂંટણી દ્વારા સત્તા મેળવવાનું નથી, પણ સેવા કરવા માટે સ્વરાજ્ય મેળવવું અને લેકશાહી દ્વારા શાંતિમય બંધારણીય રીતે અહિંસક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com