________________
સ્મૃતિ-વિકાસના માર્ગો
અવધાનદ્વારા સ્મૃતિ વિકસાવવાની કળા ૧. સ્મૃતિ વિકસાવવાના અનેક માર્ગો છે, તે પૈકી અવધાન પણ એક માર્ગ છે. જોકે એને ચમત્કાર માની બેસે છે, પણ ખરું જોતાં અભ્યાસથી બુદ્ધિમાં યાદ રાખવાની શકિત વધી જાય છે. બીજો ઉપાય છે એકાગ્રતાને. એકાગ્રતાથી ઘણું વસ્તુઓ યાદ રહી જાય છે. એક અઢી વર્ષનું બાળક પુસ્તકાલયનાં ઘણાં પુસ્તક વાંચી ગયું. અભિમન્યુએ માતાસુભદ્રાના ગર્ભમાં ચક્રશૂહ ભેદનની કળા શીખી હતી. આમ નાનું બાળક થોડા વખતમાં ઘણું શીખી શકે છે. ૨. અવધાન એશ્લે એકાગ્રતાપૂર્વક ધારણ કરી રાખવું તે. એગ દ્વારા કે યમનિયમ દ્વારા સ્મૃતિ વિકસાવવાની વાત સામાન્ય માણસ માટે અઘરી છે, પણ કલ્પના દ્વારા યાદ રાખવાની વાત સહેલી છે. જે માણસને જે વિષ્ય વધારે ગમતું હોય, તેની યાદ રહી જાય છે, તેમજ તમે મગજના ખાનામાં ગમે તેવી વસ્તુની કલ્પના કરીને ગોઠવી રાખે તે યાદ આવી શકે. “એક સંબંધી સ્મરણું અપર સંબંધી
સ્મારકમ' એક વસ્તુ કે માણસની જેઈને સમગ્ર વસ્તુ કે વ્યક્તિને ખ્યાલ આવી જાય છે. યાદ રાખવાની બીજી રીત એ છે કે દુનિયામાં ભાષા ભલે જુદી-જુદી હોય, પણ આંકડા તે બધે સરખા જ છે. આંકડા સાથે આકાર, ઉચ્ચાર અને સંયોગને વિચાર કરી શબ્દોને ગોઠવ્યા છે. તે આ પ્રમાણે છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com