________________
૧૩૫
કરી રહ્યા છે. ૩. વનસ્પતિ વિજ્ઞાનથી માણસને મેટે લાભ એ થયે કે માણસ વનસ્પતિ ઉપર જ જીવે છે. એટલે એની શોધ એમાં રહેલાં જુદાં જુદાં પિષક તત્ત્વો અને એના દ્વારા જુદી જુદી જરૂરિયાતની પૂર્તિ થઈ શકે. હવે તો એવી શોધ થઈ રહી છે કે માણસને અન્ન, માંસ કે દૂધ ન મળે તોય વનસ્પતિ ઉપર આવી શકે. વનસ્પતિમાં જીવ છે, એ જૈન તત્વજ્ઞાન માનતું હતું, પણ હવે જગદીશચન્દ્ર બોઝ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણિત થયા પછી પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો માનવા લાગ્યા છે. ૪. શરીર વિજ્ઞાન-માણસના શરીરમાં કયા અંગે છે ? તે શું કામ કરે છે ? ભોજન અને તેનું પાચન શી રીતે થાય છે ? ક્યા કારણે બગડે છે ? એ બધું શરીરવિજ્ઞાનમાં બતાવાય છે. ભારતમાં હઠયોગ અને આયુર્વેદ વિદ્યામાં આ વસ્તુ હતી, પણ ઊંડાણથી પ્રત્યક્ષીકરણ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ કર્યું હતું. ૫. આરોગ્ય વિજ્ઞાનમાં આહાર-વિહારનું, પથ્યાપથ્યનું, ખાસ વસ્તુના ગુણ-અવગુણનું, ખોરાકમાં જોઈતાં પોષક તત્ત્વોનું, પાચનક્રિયાનું તથા આરોગ્ય બગડેલું હોય તે તેને સ્વસ્થ કરવાનું જ્ઞાન હોય છે, જે માનવજીવન માટે જરૂરી છે. ૬. અધ્યાત્મ વિજ્ઞાનને મેળ એ બધાં વિજ્ઞાનની સાથે હોય તે જ માનવહિતમાં એમને ઉપયોગ થઈ શકે; નહિતર વૈજ્ઞાનિકની દષ્ટિ કાં તે પૈસા કમાવા તરફ, કાં તે સંકીર્ણ સ્વાર્થ તરફ અથવા આંધળા રાષ્ટ્રવાદ તરફ હોય, જેથી બીજા રાષ્ટ્રોનું અહિત કરી નાખે. તા. ૧૯-૧૦-૧૧
૧૩ વિશ્વમાં રાજનીતિના પ્રવાહો ૧. જ્યાં સમાજ આવ્યો ત્યાં સમાજના અનેક પ્રશ્નો આવ્યા. અને એ પ્રશ્નોને ઉકેલવા માટે ધર્મસંસ્થા ઉપરાંત રાજ્ય સંસ્થાની જરૂર પડી. નિશ્ચિત પ્રદેશમાં રહેલી પ્રા નક્કી કરેલા નિયમ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com