________________
૧૩૩
જગતમાંથી ઘેાડા દ્રવ્યોને લઈ તે એનુ પૃથકક્રણ કરે છે, અને દ્રવ્ય ગુણુ અને કર્મના વિચાર કરે છે, એ રીતે વિજ્ઞાની અનુભવજન્ય પ્રયોગ કરે છે, તત્ત્વજ્ઞાની આદ્રષ્ટા બની તત્ત્વાના અનુભવ કરે છે. ૨. તત્ત્વજ્ઞાનીએ વિશ્વનાં તત્ત્વને વિચાર કર્યો. પંચમહાભૂત અને એનું મૌલિક સત્ય એમાંથી જડયું. આ તત્ત્વા મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયા−૧. જડ અને ૨. ચૈતન્ય; પ્રકૃતિ અને પુરુષ. જડ તત્ત્વા કેટલા છે, એમાં મતભેદ હોઈ શકે, પણ ચૈતન્ય તત્ત્વને તેા બધા માને છે. ૨. વિજ્ઞાન એટલે સત્ય શોધ માટેના પુરુષાર્થ. એ વસ્તુમાં તત્ત્વજ્ઞાની અને વિજ્ઞાની બન્ને એક મત છે. પર`તુ વિજ્ઞાનીઓએ આજ સુધી દ્રવ્ય અને મન સુધીનું શેાધન કર્યું છે, અધ્યાત્મની શેાધ સુધી, એ ગયા નથી, એનું કારણ બાઈબલમાં ‘ગાયમાં આત્મા નથી’
આ બાઇબલનું વાકય છે; એને લીધે ત્યાં ખીન્ન પ્રાણીઓને અક— સ્માત બનેલી વસ્તુઓ ગણે છે; એને લીધે જ પશ્ચિમના વિજ્ઞાનને પાયેા વસ્તુવિજ્ઞાન છે, જ્યારે પૂર્વનું ભારતીય વિજ્ઞાન અધ્યાત્મને પાયા માને છે. આત્માને જાણવા માટે આત્માની સાથે લાગતાવળગતા દ્રવ્ય; ગુણુ કર્મોનું જ્ઞાન કરતા ખરા. ૪. પશ્ચિમના વિજ્ઞાનમાં સમગ્ર પદાર્થોમાં ત્રણ તત્ત્વા માનવામાં આવ્યાં છેઃ ૧. પાર્થ શક્તિનું જીવન ૨. સંયોગેાના સંવેદનમાંથી એ ઉત્પન્ન થાય છે ૩. ક્રમે ક્રમે વિકાસ થતાં તે પદામાંથી શક્તિ જન્મે છે. ૫. દરેક પદાર્થના ત્રણ રૂપ હોઈ શકેઃ વાયુ ( વરાળ વાયવીય ), ધન (જડ) અને પ્રવાહી. પણ દરેક પદાર્થમાં સાત ગુણા સરખા છે ઃ ૧. આકાશ (પાલાણુ) ૨. ગુરુત્વાકષઁણ ૩. જડતત્ત્વ ( સ્થિતિ તત્ત્વ) ૪. ગતિ આપનાર તત્ત્વ ( ઘણુ ), ૫. પદાર્થ માત્રનું વિભાજન, ૬. બે પદાર્થો (અણુએ સુદ્ધા)ની વચ્ચે પલાણ હોય, ૭. વસ્તુ માત્રને નાશ નથી થતા. આ સાત ગુણા દરેક દ્રવ્યને લાગુ પડે છે. આ વિષે વિજ્ઞાનીએ અને આજના દાર્શનિકે કે જૈન તત્ત્વજ્ઞામાં માત્ર ગણતરીના ક્રૂરક છે, ખાકી દ્રવ્યના ગુણૅામાં ખાસ ફરક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com