________________
૧૩
પ્રદેશના સ્થળે, પ્રદેશ, આબોહવા, વરસાદ અને લેકે વગેરે પાંચે ભૂખંડોમાં જુદા જુદા પ્રકારના હોય છે. તા. ૨૮-૯-૬૧
વિશ્વભૂળનું દિગ્દર્શન
૧. વાતાવરણમાં રહેલી વરાળે પૃથ્વી ઉપર માનવજીવનને વસવાટ કરવામાં ઘણું મહત્ત્વનો ભાગ ભજવે છે. સહારાના રણમાં માણસ રહી શકતો નથી, તેનું કારણ રણ કે વરસાદને અભાવ જ નથી, પણ વાતાવરણુ (જે ભેછલું છે) મેટું કારણ છે. પૃથ્વીની સપાટીને પિણે ભાગ મહાસાગરેએ રેકેલે છે. સૂર્યની ગરમીથી આ પાણીની વરાળ બની વાતાવરણ સાથે ભળી જાય છે. જે જમીનમાં વરાળ સંધરવાની શક્તિ વધારે હોય, ત્યાં વધારેમાં વધારે વરસાદ પડે છે.
૨. પૃથ્વી ઉપર ઉગતી કુદરતી વનસ્પતિ પણ માનવજીવન ઉપર મોટી અસર કરે છે. કુદરતી વનસ્પતિ ઘાસ, મોટાં વૃક્ષો કે સેવાળ વગેરેના રૂપમાં થાય છે, એમાં ગરમી, વરસાદ, પવન, પ્રકાશ અને જમીનના પ્રકારે મોટી અસર કરે છે. જંગલે, ઘાસ અને રણ એમ ત્રણે સ્થળે જુદી-જુદી જાતની વનસ્પતિ ઉગે છે. ૩. પ્રાણીઓની અસર પણ માનવજીવન ઉપર થાય છે. જ્યાં ખોરાકપાણી વધુ હોય ત્યાં પુષ્કળ પ્રાણુઓ હોય છે. એક કાળે બધા પશુઓ ગીચ જંગલમાં જંગલી હાલતમાં ફરતા હતા, ધીમે ધીમે માણસેએ ઘણું ઉપયોગી પ્રાણીઓને પાળવાનું અને ઉછેરવાનું શરૂ કર્યું. એ પ્રાણીઓ માનવજીવનમાં ખૂબ ઉપયોગી નીવડ્યા. ૪. વિશ્વ વાત્સલ્ય સાધક જેમ વિચાર અને ભાવના પરિવર્તનને વિચાર કરે છે, તેમ પરિસ્થિતિ પરિવર્તનનું પણ વિચારે છે. પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com