________________
૧૩૧
ત્રણ પ્રકારની છે- ૧. પ્રકૃતિએ સર્જેલી ૨. સમાજે ઊભી કરેલી ૩. કામ-ક્રોધ વગેરે વાસનાને કારણે ઊભી થયેલી. આ ત્રણેને વિ. વા. ને સાધક તપ દ્વારા પલટાવવા માગે છે. ભૂંગાળમાં પ્રકૃતિ અને તેના દ્વારા સર્જેલી પરિસ્થિતિનું વણુંન હોય છે. પણ પ્રાકૃતિક પરિસ્થિતિને પલટાવવા માટે માત્ર ઉપવાસ ચોગ્ય નથી, પણુ કાયકલેશ ( શરીરશ્રમ ) સાતત્ય ( પ્રતિસલીનતા ) અને સતત સ્વાધ્યાય (પરિસ્થિતિના જ્ઞાન) ની જરૂર છે. દા. ત. ભાલમાં ખારી જમીનને મીઠી કરવાને પ્રયાગ મનુષ્ય પુરુષાર્થી તથા નિષ્ણાતેાની મદદથી કરવામાં આવે તે ત્યાંની પરિસ્થિતિમાં પરિવર્તન થઈ શકે. ઉત્તર અમેરિકામાં જ્યાં ટૂંકા ઘાસની જમીન હતી, ત્યાં આજે ઘઉંના પાક બહાળા પ્રમાણમાં થાય છે. મેગે! પાસેનું જંગલ સાક્ કરવાથી હવે યૂરેનિયમ જેવી ખનિજ સંપત્તિ મળી આવી છે. ઓસ્ટ્રેલિયાના રણમાં પાતાળકૂવા ખાતાં સાનાની ખાણુ મળી આવી. ઊન સારામાં સારી પેદા કરે છે. રાજસ્થાનના રણની ૭૦૦ એકર જમીન લીલીછમ કરી નાખી. માણુસને દુઃખ ભાન થાય ત્યારે તેના ઉપાય વિચારે અને શ્રમરૂપી તપ કરે તેા દુઃખ દૂર થાય અને ભૌગાલિક પરિસ્થિતિ પરિવર્તન થઈ શકે.
તા. ૫-૧૦-૬૧
૧૧
૧. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન એ જગતને જેવાનાં સાધના છે. વિશ્વ શું છે, ? કયા તત્ત્વથી બન્યું છે? એના નિયામક કાણુ છે? એ પ્રશ્નોમાંથી જીવ, જગત્ અને ઈશ્વર એ ત્રણ વસ્તુએ નીકળી. આ ઉપર વિજ્ઞાની અને તત્ત્વજ્ઞાની બન્ને વિચારે છે. તત્ત્વજ્ઞાની ભાવાત્મક એકતાની દૃષ્ટિએ વિચારે છે કે હું અને વિશ્વ એક છીએ, ચિત્રકાર જેમ પોતપાતાની કળા સાથે એકરૂપ થઈ જાય તેમ છે. માતા પોતાના બાળકને રમાડે ત્યારે એકરૂપ થઈ જાય છે જ્યારે વિજ્ઞાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com