________________
૧૧૯
૩
વિશ્વઇતિહાસની રૂપરેખા
૧. ઈરાન અને ગ્રીસ એ બન્ને દેશ આર્યોએ વસાવેલ હાઈ બન્ને દેશ વ્યવસ્થા અને સંગઠનની દૃષ્ટિએ સમૃદ્ધ હતા. ઈરાનના વિસ્તાર એશિયામાઈનરથી સિધુના કાંઠા સુધી હતેા. સારા રસ્તાએ હતા. ઈરાનસમ્રાટ દરાયસે ગ્રીસ ઉપર હુમલા કર્યો, પણ તે નિષ્ફળ નીવડયો, ખીજી વખત હુમલા કર્યા ત્યારે એથે સવાસીએ વીરતાપૂર્વક લડચા અને વિશાળ સૈન્યને હરાવ્યું. દરાયસ પછી જીસ ગાદીએ આવ્યો, એણે પણ ગ્રીસ ઉપર આક્રમણ કર્યું.... પણ સ્પાર્ટાના ચાદ્દાઓએ ખૂબ હફાવ્યો, છેવટે એ વિશાળ સૈન્યની સામે ગ્રીસ અને એથેંસ ટકી ન શકયા. પણ નૌકાયુદ્ધમાં ઈરાનની હાર થઈ. અશેજરથ્રુસ્ત જેવા ધમ પ્રેરક સાથે અનબધ નહી. હાઈ પ્રથમ વિજય પછી ધમંડ અને અંતે પતન અને વિનાશ થયો. ગ્રીસના પ્રખ્યાત નગર ઍથે સમાં તે વખતે ૧૫૦ વર્ષના ગાળામાં સોક્રેટિસ, પ્લેટા અને અરિસ્ટોટલ, એ ત્રણ તત્ત્વચિંતા અને ધર્મપ્રેરકા થઈ ગયા; એથી લેાકેા જાગૃત થઈ તે સમજી ગયા હતા કે
આ શાસનકર્તાઓ પ્રજાની ઈચ્છા વિરુદ્ધ અગર તેા પ્રજાને ઉશ્કેરીને પેાતાની વિજયાકાંક્ષા પૂરી કરે છે. રાા દેવ નથી, પરમાત્મા દેવ છે, એટલે આ સત્યને નહીં સાંખીને સેક્રેટિસને રાજ્યદ્રોહી બનાવી મૃત્યુદંડની સન્ત આપી. પ્લેટા અને એરિસ્ટોટલને હેરાન કર્યા, એટલે ૧૫૦ વર્ષ પછી ગ્રીસનુ* પતન થવા માંડયું. ૨. એ વખતે મેસેડેનના રાજા ફિલિપના પુત્ર સિક ંદર મહાન વિશ્વવિજેતા તરીકે પ્રખ્યાત થયા, એણે ગ્રીસની સેનાનું આધિપત્ય સ્વીકારી ઈરાન ઉપર હુમલા કર્યો, તેને જીતી લીધું. પછી તેહરાન, કાબુલ, સમરકંદ થઈ સિંધુના ઉત્તર ભાગે આવેલ પ્રદેશમાં પહેાંચ્યા. મુક્શીથી ત્યાંના રાજા પોરસને જીતી શકો, એટલે તક્ષશિલા થઈ ગંગા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com