________________
૧૨૭
અકબર બહુ જ રાજ્યલિપ્સ અને વિલાસી હતા, છતાં ધર્મસહિષ્ણુ હતા. પ્રજા ઉપર જુલમ નહોતા કરત. અકબરે હિંદુમુસ્લિમ એજ્ય માટે પ્રયત્ન કર્યો. એ પછી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ ગાદીએ આવે છે. તે બધા ક્રૂર અને કટ્ટર ધર્માધ હતા. ઔરંગઝેબે તે પરાણે મુસલમાન બનાવવા માટે ઘર અત્યાચાર હિંદુઓ ઉપર કર્યા હતા. ૬. એના શાસનના પાછળના ભાગમાં શીખ અને મરાઠા લેકે જાગ્યા. શીખ જેવો શાંતિપ્રિય સંપ્રદાય મુગલેના અત્યાચારના પ્રત્યાઘાતોથી લડાયક સ્વરૂપ ધારણ કરે છે. રાજસત્તા તરફ વળે છે, અને મેગલ સામ્રાજ્યને ઉથલાવી પાડે છે. મરાઠા સરદાર શાહ ભેંસલેના પુત્ર શિવાજીએ મેગલેને હરાવ્યા; કેટલાય શહેર સર કર્યા. ચોથભાગ ઉઘરાવવાની પ્રથા ચાલુ કરી. એમાંય પેશવાવંશ ઉદયમાં આવે છે. અને દિલ્હી સર કરવા જાય છે. તેવામાં ઈરાનથી નાદિરશાહ આવીને અચાનક હુમલો કરે છે, કતલ તથા લૂંટફાટ ચલાવે છે. એ પાછા ફરે છે. ૬ વર્ષ પછી બીજે લૂંટારો અહમદશાહ દુરાની આવે છે. એની પેશવાઓ સાથે લડાઈ થાય છે, તેને હરાવે છે. ૭. ૧૭મી સદી દરમ્યાન ફ્રેંચ અને અંગ્રેજ બને હિંદમાં પગપેસારો કરે છે, ઈસ્ટઈડિયા કંપની સ્થાપી વહાણે દ્વારા વેપાર કરે છે. ધીમે-ધીમે રાજાઓને આપસમાં લડાવી, ભાડે સેને આપી, મુલક ઉપર કજો કરતા જાય છે, જેને હરાવીને ભગાડી મૂકે છે. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ જેવા શહેર વસાવે છે. બેવફા હિંદી લેકે પૈસાના લેભે અંગ્રેજોને સાથ આપે છે. છેવટે આખુંય હિંદ ધીમે ધીમે એ લોકો પચાવી પાડે છે. આ ઉપરથી ફલિત થાય છે કે મુસલમાને અને અંગ્રેજે પણ રાજસત્તા દ્વારા ક્રાંતિ કરવા માગતા હતા, તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. મરાઠાવંશને પણ આ જ અનુભવ થયો. લેકશક્તિને લેકસેવકે કે સાધુઓ સંગઠિત ન કરી શક્યા. પરિણામે ગુલામીનું ભયંકર દુઃખ ૭૦૦ વર્ષ સુધી ભોગવવું પડયું.
તા. ૩૧-૮-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com