________________
૧૨૩
રાજ્યાઁની સ્તુતિ કરતા. રોમની સંસ્કૃતિ મેજમજા, આડંબર અને ભપકાવાળી બની. ધીમેધીમે સિન્યના હાથમાં સત્તા આવી; તે મરજીમાં આવે તેને સમ્રાટ બનાવે અગર તો પદભ્રષ્ટ કરે. આમ થવાથી લેકતંત્રની પરંપરામાં પણ છળકપટ, લાંચરૂશ્વતથી ચૂંટણી લડવામાં આવતી. આ માટે નાણાં પ્રજા અને છતાયેલા મુલક પાસેથી કઢાવવામાં આવતાં, ગુલામને વેપાર માટે ચાલતા, ડેલોઝને ટાપુ એનું મોટું મથક હતું, જ્યાં ૧૦૦૦ થી ૧૫૦૦ ગુલામો દરરોજ વેચાતા. બર્બરેને પકડીને લશ્કરમાં ભરતી કરતા. ૩૨૬ની સાલમાં કસ્ટાંટિનેપલ શહેરની સ્થાપના થઈ. નવા રેમની આ રાજધાની બન્યું. આમ રોમ સામ્રાજ્યના પૂર્વ અને પશ્ચિમ એ બે ભાગ પડી ગયા. પશ્ચિમ સામ્રાજ્યને ધીમેધીમે અંત આવ્યો. એને એક ટુકડે ટ થયે, “મુસ્તફા કમાલપાશા' પ્રથમ પ્રજાતંત્ર પ્રમુખ થયો. પીટર નાનકડા રમસામ્રાજ્ય ઉપર આવ્યો. પીટરની ગાદી ઉપર બિશપને બેસાડવાની પ્રથા ચાલુ થઈ રેમનકેથલિક સંપ્રદાયને ઉદય થયે. ચાર્લ્સના સમયે રેમને “પવિત્ર રોમન સામ્રાજ્ય” કહેવડાવ્યું. ૧ હજાર વર્ષ સુધી આ ચાલુ રહ્યું. “મહાન ચાર્લ્સ સેલમન” અને “માર્સ ઓરેલિયસ” શાંતિવાદી રાજા થઈ ગયા. છેવટે ૧૪ વરસ સુધી નેપોલિયન સાથેના મહાયુદ્ધમાં રમનું પતન થાય છે. ૨. આ રીતે સાંસ્કૃતિક દૃષ્ટિએ ગ્રીસની અસર થઈ ધર્મ સંસ્થા રાજ્ય સંસ્થાને આશ્રિત થઈ ગઈ હતી; સામાન્ય લેકે તદ્દન દબાયેલા રહ્યા. લેકસેવકનું કામ કરનારા કવિઓ અને સાહિત્યકારેને ઉપયોગ રાજ્યની સ્તુતિ કરવામાં , રોમના કાનુન-કાયદા દુનિયાને માટે માર્ગદર્શક બન્યા. યુરોપ રાજ્યની દષ્ટિએ રોમનસામ્રાજ્યને જ પિતાનું પૂર્વજ માને છે. આ દષ્ટિએ યુરેપીય દેશમાં ક્રાંતિ રાજ્ય જ કરી શકે અને તે પણ હિંસા દ્વારા, એ માન્યતા બંધાઈ.
તા. ૧૭-૮-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com