________________
વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ
વિધઈતિહાસની રૂપરેખા ૧. કોઈપણ સમાજને વિકાસ કરે છે, તે પ્રાણિમાત્ર અને દુનિયાના વિકાસ સાથે તેના સંબંધને જ્ઞાન માટે ઇતિહાસની જાણકારી જરૂરી છે. ભવિષ્યની પ્રેરણા માટે, સાતત્યરક્ષા માટે અને ધ્યેયના ભાન માટે ઇતિહાસનું જ્ઞાન જરૂરી છે. ૨. દરેક ધર્મશાસ્ત્રમાં ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, જૈનશાસ્ત્રમાં ધર્મ કથાનુ યોગ તરીકે વર્ણન છે. એટલે ધર્મની દષ્ટિએ રામાયણ વગેરેમાં તે તે યુગને ઇતિહાસ આલેખાય છે. ૩. સમાજની પ્રગતિ–અવનતિના આંકડા બતાવનાર ઈતિહાસ છે. સમાજને પરિવર્તન કરવા માટે ઇતિહાસ બહુ મદદગાર છે. આપણે બદલવા ન માગીએ તેય કુદરત પરાણે બદલી નાખે છે. દુનિયાક્ષી રંગભૂમિ ઉપર જુદે જુદે વેષ લઈને દરેક માણસ નાટક ભજવે છે, એને આલેખ એ જ ઇતિહાસ છે. ૪. ભારતીય પ્રજા પરાપૂર્વથી આવેલા સંસકાર અને સાતત્ય રક્ષામાં માનતી હોઈ ભારતને સંવત તારીખવાર ઇતિહાસ નહોતે લખાયો. આમ ભારતની દષ્ટિ સંસ્કૃતિપ્રધાન હૈઈ રામાયણ, મહાભારત, ભાગવત, જાતક, આગમ વગેરેમાં સાંસ્કૃતિક ઈતિહાસ મળે જ છે. ૨. વ્યક્તિવાદ કરતાં સંસ્થા અને સમાજને મહત્વ આપવાનું લક્ષ્ય એક વ્યક્તિના પરાક્રમમાં તેના બધા સહયોગીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com