________________
૧૧૪
છે. ૨. અનુબંધકારની બીજી યોગ્યતા એ હોવી જોઈશે કે જ્યાં જે સંગઠનને કે વ્યક્તિને આંચકે આપવાની જરૂર લાગે, ત્યાં આંચકે આપવો. આને માટે મોટાં જોખમે પણ ખેડવાં પડશે; ત્યારે જ તે સર્વાગી ક્રાંતિમાં મોટો ફાળો આપી શકશે. તા. ૧૪-૧૧-૬૧
૧૭ વિશ્વવત્સલ સંઘનું સ્વરૂપ ૧. વિશ્વવત્સલસંધ વિશ્વાત્સલ્ય પ્રાયોગિક સંધ અને ગ્રામ્ય પ્રાયોગિકસંઘ, એ બન્નેને સાંકળનારું અને માનવજીવનના બધાં ક્ષેત્રોમાં નૈતિક સંગઠનો દ્વારા ધર્મદષ્ટિએ સમાજ રચનાનું માર્ગ દર્શક બળ છે. એ બળ વિશ્વાત્સલ્યનું સર્વોચ્ચ આરાધક અને કાંતિ પ્રિય સાધુસાધ્વીઓનું સર્વાગી અનુબંધ કરનારું હશે. ૨. વિશ્વવત્સલસંધના સભ્યમાં મુખ્ય ૧૦ ગુણે હાવા જોઈએ૧. અવ્યક્ત બળ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ. અવ્યક્ત બળનું નામ, સ્વરૂપ ભલે પિતપોતાની દૃષ્ટિએ જુદું જુદું હોય, અનુભવ પણ જુદો જુદો હેય. ભ. બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, ઈશુખ્રિસ્ત અને ગાંધીજીને સંકટ વખતે અવ્યક્ત બળને જ આશ્રય હતે. ૨. વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સુધી પ્રયોગો આજીવન કરતો રહે. ૩. અહિંસાને ઝીણામાં ઝીણે વિચાર કરતો હોય. ૪. પિતાના માર્ગ દર્શન નીચે ચાલતી સંસ્થાઓ કે વ્યક્તિઓ પ્રત્યે આત્મીયતા વિદતો હોય, એટલે કે તેના દેષો પિતાના દોષો છે એમ માનીને તેને જગાડવા, શુદ્ધ કરવા તેના વતી પ્રાયશ્ચિત્ત કરે. તેની ગુણવૃદ્ધિ માટે સતત પ્રયત્ન કરશે. ૫. તે ગમે તે દેશ, વેષ, ભાષા કે સંસ્કૃતિ વગેરેમાં ઉછરેલે હશે, છતાં એ બધાથી પર રહીને વિશ્વ હિતની દષ્ટિએ વિચારશે અને તદનુરૂપ આચરશે. ૬. વિશ્વની સેવામાં
અહર્નિશ તત્પર રહેશે, એટલે જૂનાં છેટાં મૂલ્યને ઉત્થાપવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com