________________
૧૧૫
નવાં સાચાં મૂલ્યને સ્થાપવા માટે સતત પુરુષાર્થ કરશે. એને માટે અહિંસક ક્રાંતિવાહકે અને પાદ વિહાર ભિક્ષાચરી જેવાં સાધને લેશે. ૭. સર્વધર્મ સમન્વયની ખેવના કરશે. ૮. વિશ્વ વાત્સલ્યના ધોરણ મુજબની નીતિનિષા, વ્રતનિષ્ઠા અને આચારનિકા તો હશે જ, એ મુજબ ચાલનારા સંગઠનના ઘડતર, માર્ગદર્શન વિ. ની જવાબદારી એની રહેશે. ૯. વિશ્વ પ્રત્યે વાત્સલ્ય રાખવાનું હોઈ વિશ્વમાં જે વધારે પછાત, દબાયેલા વર્ગો–નારીજાતિ, ગામડા, પછાતવર્ગો હશે, તેમને સૌથી પહેલાં હુંફ આપી ઉન્નત બનાવવા પ્રયત્ન કરશે. ૧૦. વિશ્વપ્રશ્નોને પળે પળે વિચારશે, ધર્મનીતિની દષ્ટિએ ઉલશે, આમ તે કાળદ્રષ્ટા અને કાંદ્રષ્ટા હશે, આક્ષેપ સહેવા અને જોખમો ખેડવા તૈયાર રહેશે.
એવા વિશ્વવત્સલ સાધકને કોઈ એક ચોક્કસ વેષ નહી હૈય, પણ ઉપલા ગુણે અને ચારિત્ર્ય સંપન્નતાથી તેનું મૂલ્યાંકન થશે. સ્થળ નિયમોના ચોકઠાવાળો એ સંઘ નહીં હોય, અથવા તે કઈ સાંપ્રદાયિક વાડો નહીં બને, એના સભ્યોમાં સ્વૈચ્છિક નિયમને વધારેમાં વધારે હશે.
તા. ૨૧-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com