________________
પક્ષપાત કે સત્તાવાદ વધતો જશે, એટલે કેંગ્રેસના માધ્યમથી ત્રણેય સંગઠનેને યુને સુધી પહોંચીને અહિંસા, સત્ય, ન્યાયથી અવાજ કાઢવું હશે તો તે માટે કેસની શુદ્ધિ અને પુષ્ટિ બને કરવાં પડશે.
તા. ૧૫-૮-૬૧
અનુબંધ વિચારમાં રાજકીય સંસ્થાઓનું સ્થાન.
(૧) અનુબંધ વિચારમાં આમ તો રાજકીય સંસ્થાનું સ્થાન છેલ્લું છે. પણ આજે સમગ્ર વિશ્વમાં રાજકીય સંસ્થાઓએ આગળનું સ્થાન લઈ લીધું છે. ગંદકી જ્યાં વધારે હોય એને પહેલાં દૂર કરવી, નહિતર ભયંકર અનર્થો થાય, એ દષ્ટિએ રાજ્ય સંસ્થાએમાં અનિષ્ટો વધારે હોઈ, એનું નિવારણ કરવા માટે સૌથી પહેલાં પકડવી પડશે. તેને માટે અનુબંધ વિચારધારામાં ઉપાય છે–સારી સંસ્થાઓનું ઘડતર અને તેમને કાર્યક્રમો આપવા. તે કાર્યક્રમો પાંચ છે– ૧. જગતમાં જે કાંઈ સારું છે, એમનું કાંઈપણ બાકી ન રહી જાય, તે રીતે સંકલિત કરવું. ૨. એમાં નબળું ન પેસી જાય, તેની કાળજી રાખવી. ૩. યથાયોગ્ય જોડાણની ગતિ અટકી ન જાય, તેનું અનુબંધ સાતત્ય રાખવું. ૪. વ્યક્ત જગત અને અવ્યક્ત જગત બન્નેને તાળો મેળવો. ૫. વ્યક્તિ, સંસ્થા, સમાજ અને સમષ્ટિ એ ચારેયને દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવની કસેટીએ કસી કસીને એમના સ્થાનને વિવેક કરવો. (૨) આ પાચેય કાર્યક્રમ ઉપર વિચા ! રાજકીય ક્ષેત્રમાં દેશમાં કેગ્રેસ અને દુનિયામાં યૂને એ બે સંસ્થાએને ટેકો આપીએ છીએ. એનાં કારણે- ૧. કોંગ્રેસ દ્વારા વિશ્વના રાજકારણની શુદ્ધિ કરાવવી છે. ૨. કેસની શુદ્ધિ અને પુષ્ટિ સતત ન થાય તો જનસંગઠન, જનસેવક સંગઠન અને સાધુસંસ્થા ઉપર એ ચઢી બેસશે, અને જે ક્રાંતિનું કામ કરવું છે, તે અટકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com