________________
૧૦૦
અસ્પષ્ટતા હતી. તે વખતે કોંગ્રેસમાં ત્રણ પ્રકારની નેતાગીરી હતી. ૧. ધાર્મિક તવવાળા (લાલા લજપતરાય, સ્વામી શ્રદ્ધાનંદ અને માલવીયાજી વગેરે)ની. ૨. વિનીત લેકે ( જેમાં સપુ જયકર વગેરે વકીલ લેકે)ની. ૩. ઉદ્દામવાદી લેકે (બંગાલ અને મહારાષ્ટ્રની પાલ, તિલક, ગોખલે વગેરે)ની. આ ત્રણના મિશ્રણથી કોગ્રેસને પાયે ઘડાયે. ગાંધીજીએ આફ્રિકામાં સામુદાયિક અહિંસાને પ્રયોગ કરીને આવ્યા હતા. ગોખલેજીએ ગાંધીજીનું અનુસંધાન કેંગ્રેસ સાથે કરાવી આપ્યું. ગાંધીજીના તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમમાં લેકે રસ લેવા લાગ્યા; એ રીતે ગાંધીજી આગળ આવ્યા. કેસ ચમકી, વિશ્વ ફલક સામે હોવા છતાં શરૂઆતમાં તે ભાષણે અને ઠરાવો જ કરવામાં આવ્યા; પછી ગાંધીજીએ આશ્રમ સ્થાપી કેટલાંક ભાઈબહેનને તબદ્ધ કર્યા. કેગ્રેસમેને માટે ૧૯ રચનાત્મક કાર્ય ક્રમો મૂક્યા, સંગઠને અને સત્યાગ્રહ દ્વારા લેકઘડતરનું કામ થયું. કેંગ્રેસનું કાર્યક્ષેત્ર ભલે ભારત બન્યું હોય, પણ એના કાર્યને વિશ્વને ટકે મળે. કોંગ્રેસ દેશનું જ નહીં, દુનિયાનું શાંતિમય બંધારણીય બળ બન્યું. (૨) અહિંસક સમાજ રચનાની દિશામાં આગળ ધપી શકે એવી ઘડાયેલી સંસ્થા કેગ્રેસ છે. આજે એ નબળી પડી છે, એને સબળ બનાવવાના ત્રણ ઉપાય છે– ૧. મત વિષે નિશ્ચિત કરવી. ૨. ક્ષેત્રો જુદાં જુદાં લોક સંગઠને અને લેકસેવક સંગઠનેને વહેંચીને એક માત્ર રાજકીય ક્ષેત્રને જ બેજે એના ઉપર રહેવા દેવો. ૩. જુદાં જુદાં ગ્રામ અને નગરના નૈતિક જનસંગઠને ઊભાં કરી લેકશાહી રાજ્યમાં દંડશક્તિ કરતાં જનશક્તિનું બળ વધારવું. આ ત્રણે ઉપાય નહીં થાય તો કોંગ્રેસ સિદ્ધાંતોથી ચલિત થઈ સત્તા માટે બાંધછોડ કરશે. અને જનશક્તિને નામે ટોળાશાહી અને અણ ઘડ લેકે કેસમાં પેસી જશે. એના ઉપર નૈતિક, સામાજિક અને ધાર્મિક અંકુશ નહીં હોય તો એમાં શુદ્ધિનું કાર્ય થવાનું નથી, અશુદ્ધ સાધનોથી સત્તા મેળવી કે ટકાવી રાખી બીજા પક્ષોની જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com