________________
જશે. અશુદ્ધ અને અપુષ્ટ કોંગ્રેસ આંતર્રાષ્ટ્રીય રાજકારણની શુદ્ધિ કરી શકશે નહીં. ૩. સામ્યવાદ અને મૂડીવાદને માટે ભય ઊભો છે. મૂડીવાદ તે લોકશાહી પંજ નીચે છે, એટલે કદાચ ખાળી શકાશે, પણ સામ્યવાદ, જે વ્યાપક ધર્મ અને સંસ્કૃતિના પાયા વગરનો છે, તે ભયંકરતા જ સર્જશે, માટે ત્યાં કોંગ્રેસની જરૂર રહેશે. ૪. પંચશીલના સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે જે કોલંબોમાં પરિષદ્ ભરાઈ હતી, તેને જ વિચાર કરવા અફોએશિયાઈ પરિષદ્ ભરાઈ ગઈપણ આફ્રિકાના નાના રાજ્યો વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી એશિયા -આફ્રિકામાં પંચશીલ સક્રિય બની શકશે નહીં. યૂને દ્વારા પંચશીલને ત્યારે જ સક્રિય બનાવી શકાય, જ્યારે બ્રિટિશ કામન વેલ્થ યૂને વ. સાથે સંબંધ રાખવા છતાં સક્રિય તટસ્થ રહીને તેની શુદ્ધિ, પુષ્ટિ કરી શકીએ, પ્રેરણા આપી શકીએ, અને એ કામ કોગ્રેસ પાસેથી બીજે ક્ષેત્રો લઈને માત્ર રાજકીય ક્ષેત્રમાં પાવરધા બનાવવાથી જ કોંગ્રેસ કરી શકશે. તા. ૨૨-૮-૬૧
અનુબંધ વિચારધારામાં રાજકીય સંસ્થાઓનું સ્થાન
(૧) વિશ્વની રાજકીય સંસ્થાઓમાં કોંગ્રેસનું અજોડ સ્થાન છે. કેગ્રેસમાં કેટલીક ખૂબીઓ છે અને ખામીઓ પણ છે. સન ૧૮૫૭ના બળવા પહેલાં ભારતમાં પરતંત્રતા દૂર કરવાના જુદા જુદા પ્રસંગ બની ગયા. ૧૮૫૭ પછી આખા દેશમાં એક મેજું આવ્યું. સૌને અધિકાર માગવા માટે હિંસા સિવાય કોઈ રસ્તો જડત ન હતો. ૧૮૮૫માં દાદાભાઈ નવરોજીના હાથે રાષ્ટ્રીય મહાસભાને પાયો નંખાય; એમણે કહ્યું કે “આપણે શાંતિમય બંધારણીય રીતે સ્વરાજ્ય મેળવવું છે.” એની પાછળ પારસીધર્મના યુદ્ધ અને શસ્ત્ર બહિષ્કારના સંસ્કાર હતા. પણ હજી સ્વરાજ્ય વિષે બહુ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com