________________
૧૦૫
પ્રશ્નો લેવા પડશે. સર્વાગી દષ્ટિવાળા લોકસેવકે દ્વારા શિક્ષણ સંસ્કાર અપાવીને ગ્રામીણ જનમાનસને ઘડવું પડશે. શરૂઆતમાં જૂના સંસ્કારેને આંચકો લાગશે. પછી થોડાક લેકે તૈયાર થશે, સમાજને ધીમે ધીમે આ વાતની ઘેડ બેસશે, કાર્યકરેને પણ આ વાત ગળે ઉતરતી જશે. ૪. ગામડામાં સ્વભાવિક રીતે હિંદુમુસ્લિમ કુટુંબમાં પ્રેમ હોય છે, પણ કેટલાક કહેવાતા ધર્મગુરુઓ પિતાના અનુયાયીઓને બહેકાવીને આ ભેદ પડાવે છે. જે ગ્રામસંગઠન દ્વારા ગામમાં કૌટુંબિક ભાવના કેળવાય અને તિરસ્કૃત ગણુતા કુટુંબને ઉચ્ચ ગણાતા કુટુંબ તરફથી હુંફ મળે તે ધર્મગુરુઓ આવું સાહસ ન કરી શકે. ૫. શહેરમાં આજે જે આંતર્જાતીય અને આંતર્ધમય લગ્નો થાય છે, તેની પાછળ રૂ૫, અર્થ અને બુદ્ધિની દષ્ટિ પ્રાયઃ હોય છે, તે સાચા પ્રેમલગ્ન હોતા નથી, પણ ગામડામાં નિખાલસ પ્રેમલગ્નો થયાં તે સંસ્કૃતિ ઘડતર માટે થયાં હતાં, એટલે પાયામાં જ નાતજાતના ભેદ રહિત ગ્રામસંગઠનની વાત મુકાશે તે તેના દ્વારા વિશ્વના બીજા ખંડમાં સાચું લોકસંગઠન થઈ શકશે.
તા. ૩-૧૦-૬૧
ગ્રામસંગઠનની આર્થિક સામાજિક નીતિ ૧. આજના અર્થશાસ્ત્રીઓની પ્રાયઃ એ જ દષ્ટિ છે કે વધારે કેમ પેદા કરવું, વધારે કેમ વાપરવું ? પણ ગામડાની અર્થનીતિમાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ પેદા થાય અને યોગ્ય વિનિમય થાય, એ વસ્તુ છે. ગામડાના ખેડૂતો એમ જ વિચારે છે કે આપણે એકલા નથી, આખું ગામ છે, ખેડૂત ખેતરમાં બી વાવવા જતાં કહ્યા કરે છે કે આ અનાજમાં સંતસતી, જોગી, જતી, પશુપંખી, ભૂખ્યામાણસ વગેરે બધાને ભાગ છે, કારણ કે બધાના પુરુષાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com