________________
૧૧૦
વગેરે કોઈ એક ક્ષેત્રથી કંટાળીને અતડે રહેશે, અગર તો એના પ્રશ્નોને છોડી દેશે, એ નહીં ચાલે. ૨. ક્રાંતદષ્ટા ઋષિઓની જેમ પહેલેથી શું બનવાનું છે? તે સૂઝી જવું જોઈએ. ચાલવાની તો મર્યાદા રહેવાની. ભવિષ્યમાં શું કરવું ? ક્યાં ક્ષતિ થઈ ? ક્યાં કયા કાર્યક્રમ આપવા ? એની સૂઝ નહીં હોય તે સમાજને તે ગતિશીલતા નહીં આપી શકે. ૩. જવાબદારીનું સક્રિય ભાન હોવું જોઈએ. રાજ્ય અને જનતા બધાંય છટકી જાય છતાં, એણે લીધેલી જવાબદારી ન છોડવી. ૪. અવ્યક્ત બળ, સંસ્થા અને વિશાળ સમાજ ઉપર દઢ નિષ્ઠા અને પૂર્ણ શ્રદ્ધા હેવી જોઈએ. ૫. કપરા અને સંકટના પ્રસંગમાં પણ એની ધીરજ અખૂટ હેવી જોઈએ. ૬. ગમે તે થાક લાગ્યો હોય તોય વિસામો લીધા વગર સૂર્યની જેમ શ્રદ્ધા અને ધીરજપૂર્વક ગતિ કરવી. ૭. આર્થિક પ્રામાણિકતા (પૈસામાં પ્રામાણિકતા અને હિસાબમાં ચેખાઈ), સામાજિક પ્રામાણિક્તા (સમાજમાં એના શીલ-ચારિત્ર્ય વિષે વિશ્વાસ હોય) અને વ્યક્તિગત સામાજિક જીવનમાં એકરૂપતા હોય, એ ત્રણેયને એકમાં સમાવવા હોય તો કહી શકાય કે એનું ચારિત્ર્ય લશ્રય હોવું જોઈએ. ૮. નિયમિતતા, વ્યવસ્થિતતા, પ્રામાણિકતા, સત્ય, પ્રેમ, ન્યાય; પ્રાર્થના, સફાઈ, રેટિ; સચ્ચાઈ, વીરતા, અસતા એ ચાર ત્રિપુટી એના જીવનમાં વ્યાપ્ત હય, એ સિવાય સંગઠનનું ઘડ , જાગૃતિ, જુદી જુદી પ્રકૃતિના કાર્યકરો સાથે પ્રકૃતિમેળ, નમ્રતા, કાર્યદક્ષતા વગેરે ગુણોને જવાબદારીના સક્રિય ભાનમાં સમાવેશ થઈ જાય છે.
તા. ૩૧-૧૦-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com