________________
૧૦૬
(ય)થી વરસાદ પડે છે. વરસાદ ન પડે ત્યારે ગામડાના બધા લેકે મળીને પ્રાર્થના કરતા હોય છે. ૨. અન્ન, વસ્ત્ર, વસાહત આ ત્રણેયમાં ગામડું સ્વાવલંબી થાય, ચોમાસા ઉપરાંત ફુરસદના સમયે તેઓ કાંતણ-વણાટકામ, મકાન બાંધવાનું કામ વગેરે કરતા હોય છે. જો કે તેમની આ અર્થનીતિ ગામ સુધી જ છે. વિશ્વની સાથે સાંકળેલ નથી. ૩. ખેડૂત, પશુપાલક અને ગ્રામોદ્યોગી મજૂરોના સંગઠન નીતિના પાયા ઉપર ઊભાં કરવાં અને આર્થિકક્ષેત્રમાં જ્યાં લેભના પ્રસંગે આવે ત્યાં ડગવા ન દેવા. ભાવનિયમન કરી આર્થિક પ્રલોભન ઉપર સ્વૈચ્છિક અંકુશ મૂકાવવો. ૪. ત્રણે સંગઠનમાં ૧૦ ટકા વ્યાપારી અને બુદ્ધિજીવી લોકોને લેવા, પરંતુ એમને વિરોધી ધંધો ન હોય ૫. ગામડામાં કાચામાલનું રૂપાંતર થઈ શકતું હોય તો ત્યાં સહકારી ધોરણે કરવાની પ્રક્રિયા ઊભી કરવી. રાષ્ટ્રની અર્થનીતિ યંત્ર અને શહેરને જોઈને નહીં પણ ગામડાને લક્ષમાં રાખી ગ્રામોની રેટી-રેજી સહકાર કે સંગઠન ઉપરથી ઘડાય. અર્થમંત્રી ગામડાનાં સંગઠનને પૂછવા આવે કે અર્થનીતિ કેવી ઘડવી છે ? જયારે આજે આયોજન અને શ્રમમંત્રી શહેરના શ્રમિકે અને યંત્રો ઉપરથી જ રાષ્ટ્રની અર્થનીતિ ઘડે છે; એ બરાબર નથી. ગ્રામસંગઠનની અર્થનીતિ સમસ્વાવલંબન પ્રમાણે ધડાવી જોઈએ. ૬. ગ્રામસંગઠનની સામાજિક નીતિમાં પૈસાને આધારે સમાજમાં કોઈને પ્રતિષ્ઠા ન અપાય, પણ સંયમશીલ અને ચારિત્ર્યને આધારે પ્રતિષ્ઠા આપવી જોઈએ. સમાજને સાચે સભ્ય અતિખર્ચ કરનાર કે અનીતિથી કમાનાર નથી. પરંતુ સંયમ અને સાદાઈથી રહેનાર છે. સમાજમાં સને વિકાસની સમાન તક મળે, ઊંચનીચના ભેદ ન રહે. જુદા જુદા ધર્મ–જ્ઞાતિના લેકે રેટી બેટી વ્યવહાર દ્વારા નજીક આવે. આખું ગામ એક કુટુંબ બની વાત્સલ્ય દ્વારા હૃદયથી નજીક આવે, એ ગ્રામસંગઠનની સામાજિક નીતિ છે.
તા. ૧૦-૧૦-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com