________________
૧૭ સર્વાગી કાંતિમાં શિબિરાર્થીઓને ફાળે શી રીતે ?
૧. સાધુસંન્યાસીઓએ ધર્મોપાસનાના સર્વસ્થાને, જે સાર્વજનિક હોય તેમાં પ્રવેશ કરે, ઉપાસના કરવી અને જે માત્ર સંકીર્ણ હોય, પિતાના સંપ્રદાય સિવાય બીજાને પ્રવેશ બંધ હોય, તેમાં ઉપાસના માટે પ્રવેશ ન કરે, બીજી કોઈ સેવાની દષ્ટિએ જાય તે જુદી વાત છે. એથી આગળનું પગલું ભરે તે સાર્વજનિક સ્થળોમાં જ્યાં હરિજનેને પ્રવેશ કે એમને માટે ખુલ્લાં ન હોય, ત્યાં લોકોને સમજાવવા, છેવટે શુદ્ધિપ્રયોગ કરવો. ગૃહસ્થ સાધક કુટુંબ સાથે રહેતા હોય ત્યાં ધીમે ધીમે અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમો ઘરથી શરૂ કરે, શરૂઆતમાં વેઠવું પડશે, પણ પછી કુટુંબીજનેને ગળે એ વાત ઉતરી જશે.
૨. સાધકસાધિકાઓ અપરિણીત હોય અગર તો બ્રહ્મચર્યવ્રત બદ્ધ હેય તે શાંતિસૈનિકનું કર્તવ્ય બજાવે. શુદ્ધિપ્રયોગના કાર્યક્રમોમાં તો શિબિરના દરેક સાધકસાધિકા જોડાઈ શકે છે.
૩. જે સાધકોને પિતપોતાના ક્ષેત્રમાં કે ધંધામાં એક સ્થળે રહેવાનું હોય, તેમણે જનતાનાં સંગઠને, શુદ્ધિપ્રયાગ અને સર્વધર્મ સમન્વય, એ ત્રણે કાર્યક્રમો પૈકી એક, બે કે ત્રણે લઈ શકે.
૪. સાધુસંન્યાસીઓ જ્યાં-જ્યાં તક મળે ત્યાં-ત્યાં ધર્મપરિષદ ગોઠવે અને અનુબંધ વિચારધારા ગોઠવે અને જ્યાં પ્રેરણાની જરૂર લાગે, ત્યાં પૂ. મહારાજશ્રી પાસેથી પ્રેરણા મેળવે.
૫. સર્વ સાધકે માટે ત્રણ મુદ્દા અગત્યના છેઃ ૧. વ્યસનમુક્તિ, ૨. ખાદીને પિશાક અને ૩. કાંઈક સક્રિયકામ કરી બતાવવું. આ રીતે સમગ્ર કક્ષાના શિબિરાર્થીઓ આ સર્વાગી ક્રાંતિમાં ફાળે આપી શકશે.
તા. ૨૧-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com