________________
અહિંસાના બળે થઈ હતી, જ્યારે યુરોપ રશિયા વિ. માં ધર્મક્રાંતિ તલવારના જોરે થઈ, અર્થક્રાંતિ શોષણના જોરે અગર તે મૂડીવાદીએને ખતમ કરીને, વર્ગ સંધર્ષ કરીને થઈ. અમેરિકામાં સ્વતંત્રતા માટે અને ગુલામી પ્રથાની નાબૂદી માટે કાયદા અને સત્તાને આશ્રય લેવો પડે, એ ક્રાંતિઓ ઉપરથી આપણા દેશના ભણેલા-ગણેલા લેકે એમ જ સમજવા લાગ્યા કે સત્તા હાથમાં લીધા વગર કે કાંતિ થઈ ન શકે, આમ બધી જ ક્રાંતિઓને ઇતિહાસ ગાંધીજીની નજર આગળ હતું. કોંગ્રેસ સંસ્થામાં એમણે નવું બળ ઉમેર્યું. મજૂરે અને રચનાત્મક કાર્યકરોનાં સંગઠને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ચરખાસંધ, નઈતાલીમી સંધ, સેવાસંધ વગેરે ઊભાં કર્યા, પછાત ગણુતા હરિજને અને આદિવાસીઓનાં સંગઠને ઊભાં કર્યા, નારીજાતિને આગળ લાવવા માટે મહિલા સંગઠન ઊભું કર્યું ધમેતિ કરવા માટે દરેક ધર્મને સમન્વય તથા પ્રાર્થના, આશ્રમી જીવન, વ્રતબદ્ધતા, માનવસેવા વ. જીવનમાં વણી લીધાં. આમ સંસ્થાઓ દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક બધા ક્ષેત્રમાં સર્વાગી ક્રાંતિ કરી. ગાંધીજીની આ સર્વાગી ક્રાંતિને મુનિશ્રી સંતબાલજી વિશ્વવાત્સલના માધ્યમથી આગળ ધપાવી રહ્યા છે. બીજી બાજુ સંત વિનોબાજી સર્વોદયના માધ્યમથી વિચારપ્રચાર કરે છે. ત્રીજી બાજુ પં. જવાહરલાલ નેહરૂ કોગ્રેસના માધ્યમથી આન્તર્રાષ્ટ્રિય ક્ષેત્રમાં રાજ્ય ક્રાંતિનું કામ કરી રહ્યા છે. પણ ગાંધી વિચારધારાના આ ત્રણે પ્રયોગકારોની શક્તિ સંકલિત થાય અને રાહતનાં કામને બદલે ક્રાંતિનાં કામે વધારે લેવાય તે સર્વાગી કાંતિને વિકાસ થશે.
તા. ૧૪-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com