________________
૮૮
કૌરવોનાં રાજ્યમાં પલટે કરાવ્યો. ભારતમાં મ. ગાંધીજીની પ્રેરણાથી અહિંસક ઢબે રાજ્ય ક્રાંતિ થઈ. આજે રાજ્યક્રાંતિ કરવી હશે તે પૂરક અને સંસ્થા દ્વારા જ કોંગ્રેસ રાજ્યની શુદ્ધિ કે પરિવર્તન થઈ શકશે.
તા. ૩૧-૧૦-૬૧
વૈજ્ઞાનિક ક્ષેત્રના ક્રાંતિકાર
જગતમાં વિવિધ અભુત વસ્તુઓ જોઈને માણસ એને ચમત્કાર માને છે. કાંતે ઈશ્વર કે દેવે એમ કર્યું છે, એમ શ્રદ્ધાથી માની લે છે, પણ વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રયોગો દ્વારા કાંતે એ વસ્તુને સિદ્ધ કરી બતાવે છે, કાંતો એના કાર્યકારણ ભાવની શોધ કરે છે. પણ ભારતમાં ધર્મ અને વિજ્ઞાન ઝઘડયા જ નહીં જ્યારે વિદેશમાં જે ધર્મો પેદા થયા, ત્યાં બાઈબલ તથા કુરાનથી વિરુદ્ધ જે વૈજ્ઞાનિકે કહ્યું, તેને સળગાવી મૂકે, માર્યો, યાતનાઓ આપી. અહીં ભૌતિક વિજ્ઞાન ઉપર ધર્મને અંકુશ હતા, એટલે બહુ જ ઓછો દુરુપયોગ થયો. વિજ્ઞાનને દુરુપયોગ કરે તે રાક્ષસ ગણાતો. રાવણે વિજ્ઞાનને દુરુપયોગ કર્યો તેથી તે રાક્ષસ ગણાય. પૃથુએ વિજ્ઞાનને સદુપયોગ કર્યો, દ્રવર્ગમાં જન્મવા છતાં અવતારી ગણાયો ૧. હિન્દુસ્તાનમાં વિજ્ઞાનશક્તિને પહેલે ઉપયોગ ચરકે કર્યો. બધી જ વસ્તુઓના ગુણદોષ બતાવ્યા. એમને આયુર્વેદ વિજ્ઞાનના ક્રાંતિકાર કહી શકીએ ૨. ત્યારપછી મનોવૈજ્ઞાનિક ક્રાંતિકાર પતંજલિ થયા. ૩. નાગાર્જુને રસવિદ્યા અને યંત્રવિદ્યાની વ્યવસ્થિત શધ કરી ૪. વરાહ ત્રિહિરે ખગોળવિદ્યા આપી. ૫. જગદીશચન્દ્ર બોઝે વનસ્પતિ વિજ્ઞાનની શોધ કરી. ૬. પ્રફુલચંદ્ર રેયે અણુ-પરમાણુની શોધ કરી, માનવહિત માટે ઉપયોગ બતાવ્યો. ૭. ભાસ્કરાચાર્યો અને લીલાવતીએ ગણિત-વિજ્ઞાન આપ્યું ૮. યુરોપના વૈજ્ઞાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com