________________
અનુબંધ વિચારધારા
અનુબંધ વિચારધારા
૧. “અનુબંધ” શબ્દ ન નથી. ગીતાના ૧૮મા અધ્યાયમાં “અનુબંધ” શબ્દ આવે છે. અનુબંધ શબ્દ આજે ભ્રાંત અર્થમાં વપરાય છે, તે વખતે સાચા અર્થ શોધવો જોઈએ; અને તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ. ૨. બૌદ્ધદર્શનમાં આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાન એ પ્રકારો બતાવ્યા છે. આલયવિજ્ઞાન સતત ચાલું આવે છે અને પ્રવૃત્તિવિજ્ઞાન ક્ષણે ક્ષણે નષ્ટ થતું જાય છે. આ બંને દ્વારા અનુબંધને અર્થ સૂચિત થાય છે. ૩. જૈનાચાર્ય કહે છે કે શુદ્ધિ અને પુષ્ટિ બંનેને અનુબંધ હોવાથી જ સર્વાગી મુક્તિ થઈ શકે. પુણ્યને સંગ્રહ કરવાથી સમાજજીવનની પુષ્ટિ થશે, અને સમાજમાં પડેલાં અનિષ્ટોને નાબૂદ કરવાથી શુદ્ધિ થશે. અનુબંધકારને ધર્મસારથી બતાવવામાં આવ્યો છે. સ્વપર બનેની અપેક્ષાએ સાચી પ્રવૃત્તિ કરતાં જ્યાં ધર્મરથ બરાબર ન ચાલતો હોય ત્યાં દમન કરે છે, સાથોસાથ તેને બરાબર ચલાવવા માટે પોતે સમય આપે છે, ભેગ આપે છે, ત્યાગ કરે છે. એમ દમન અને પાલન દ્વારા પોતાનું ધર્મસારથિપણું સિદ્ધ કરે છે. ૩. ભ. ઋષભદેવે સમાજરચના કર્યા (જનશાસન સ્થાપ્યા) પછી, રાજ્યશાસન (કાનૂનશાસન) સ્થાપ્યું અને પછી પિતે તીર્થકર થઈ જિનશાસન સ્થાપ્યું. ત્રણેને સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com